વિવાદ:પત્ની પાસે છૂટાછેડા માગ્યા તો મારી નાખવાની ધમકી મળી

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં પરિણીતાએ કહ્યું આડાસંબંધ તો રહેશે જ !
  • છૂટાછેડા એમને એમ ન મળે, થાય તે કરી લેવાની ચીમકી

મોરબી શહેરમાં રહેતા એક યુવકની પત્નીને અન્ય યુવાન સાથે આડા સંબંધ હોવાની જાણ થતાં યુવકે પત્નીને છૂટાછેડા આપી દેવા જણાવ્યું હતું. જો કે પત્નીએ પતિને મારી નાખવાની ધમકી આપી હતી અને ઉપરથી ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. મોરબીના શક્તિ પ્લોટ મેઇન રોડ નજીક આવેલા પવનસુત એપાર્ટમેન્ટના એક ફલેટમાં રહેતા મૂળ અમરેલીના યુવક અશ્વિનભાઇ હર્ષદભાઇ હેલૈયાની પત્નીને અન્ય પુરુષ સાથે આડા સબંધ હતા જે અંગે અશ્વિનભાઈને જાણ થતાં તેમના પગ નીચેથી જમીન સરકી જાય તેવી સ્થિતિ બની હતી.

આ કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા અશ્વિનભાઈએ પત્ની સમક્ષ છૂટાછેડા આપવાનું કહી દીધું હતું. જો કે પત્ની શિવાંગીએ ગત મે મહિનાથી અત્યાર સુધી અવાર નવાર ફરિયાદીને તથા તેના માતા પિતાને ફોન કરી ગાળો આપી હતી અને છુટાછેડા એમને એમ તો નહીં જ આપુ તેમ જણાવી ખોટા પોલીસ કેસ કરી ફસાવી દેવાની તેમજ થાય તે કરી લેવાની ફોનમા ધમકી આપી હતી.આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ આ કિસ્સામાં પતિની ફરિયાદ નોંધીને તપાસ આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...