તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાકાલી:મોરબીમાં પાણી વિતરણમાં ડખાથી ત્રસ્ત મહિલાઓનો કચેરીમાં હલ્લાબોલ

મોરબી17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભરશિયાળે પણ અનિયમિતતા, તો ઉનાળાની સ્થિતિ શું થશે તેવો ઉઠતો સવાલ

મોરબી નગરપાલિકા વિસ્તારમાં હાલ ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે. અને ઉમેદવારો હવે મત માગવા જે વિસ્તારમાં જવાનું છે, ત્યારે ત્યાં પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં આવતી નથી ત્યારે ઉમેદવાર પોતાના વિસ્તારમાં મત માંગવા આવે ત્યારે શું હાલત થાય તે એક સવાલ છે. મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલા જીવાણી બેકરી વાળી શેરી અને રામ પાર્ક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી અનિયમિત પાણી વિતરણને કારણે મહિલાઓને રાત ઉજાગરા કરવા પડી રહ્યા છે, તો ક્યારેક પાણી જ મળતા મહિલાઓની સ્થિતિ કફોડી બની ચૂકી છે.

પાણીના આવા ત્રાસથી કંટાળી ગયેલી મહિલાઓએ પાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને પાણી વિતરણ નિયમિત આપવા રજૂઆત કરવામાં આવી હતી.ચૂંટણી ટાણે જ મતદારોને પીવાના પાણી માટે પાલિકા કચેરીએ ધક્કા કરવા પડતા હોય તો તેની કિંમત મત માગવા આવતા ઉમેદવારને ચૂકવવી પડી શકે છે. ભર શિયાળે આવી અસુવિધા ભોગવવી પડતી હોય તો ઉનાળામાં તો શું સ્થિતિ થશે એ સવાલ ઉઠ્યા વિના રહેતો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો