તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીના કારણે માર્ચ 2020થી બંધ પડેલી શાળા કોલેજો હવે તબક્કાવાર શરૂ થઈ રહી છે.પ્રથમ ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા જે બાદ 9 અને 11 પણ ઉમેરવામાં આવ્યા હતા. હવે પ્રાથમિક શાળાઓ પણ આજથી શરૂ થવા લાગી છે. પ્રથમ દિવસે ધોરણ 6 થી 8ના વર્ગો પણ શરૂ થયા હતા.મોરબી જિલ્લામાં પ્રથમ દિવસે જિલ્લામાં કુલ 31,302 છાત્રો નોંધાયેલા છે, જેમાંથી 13,223 છાત્રો હાજર રહ્યા હતા. જ્યારે 18,079 છાત્રો ગેરહાજર રહ્યા હતા.
ટકાવારી મુજબ જોઈએ તો 42.24 ટકા હાજરી નોંધાઇ હતી.ધોરણ મુજબ જોઈએ ધોરણ 6માં 11,508 છાત્રો નોંધાયેલ હતા જેમાથી 4882 છાત્રો હાજર રહ્યા હતા અને 6626 છાત્રો ગેર હાજર રહ્યા હતા તો ધોરણ 7 માં 9527 છાત્રો નોંધાયા હતા જેમાથી 3989 છાત્રો હાજર રહ્યા હતા.5538 છાત્રો ગેર હાજર રહ્યા હતા ધોરણ 8 ની સ્થિતિ જોઈએ તો 10,267 છાત્રો નોંધાયા હતા. જેમાથી 10,267 છાત્રો 4352 હાજર રહ્યા હતા. જ્યારે 5915 ગેરહાજર રહ્યા હતા.
તાલુકાઓમાં પણ આ જ સ્થિતિ
સરકારી ગાઇડલાઇન મુજબ શાળાઓ શરૂ કરવાના આદેશને માથે ચડાવીને શાળાઓ શરૂ તો કરી દેવામાં અાવી છે. સેનેટાઇઝિંગ, માસ્ક અને એસઓપીના ફરજિયાત પાલનનો આદેશ સરકારે કર્યો છે પરંતુ હજુ પણ કોરોનાનો ડર વાલીઓના માનસપટ પર છવાયેલો રહ્યો છે. તકેદારી સાથે ઓફલાઇન ભણતર માટે વાલીઓ બાળકોને શાળાાએ મોકલતાં હજુ અચકાય છે અને અડધોઅડધ સંખ્યા જ શાળામાં દેખાઇ રહી છે.
આવો, તમારું સ્વાગત છે
ગોંડલ : કોરોના મહામારીનો કારણે અગિયાર મહીનાથી બંધ રહેલી શાળામાં ધોરણ 6 થી 8 નું પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની અંદાજે 32 હજાર થી વધુ પ્રાથમિક શાળાઓ બાળકોના કલબલાટથી ગુંજી ઉઠી છે. ત્યારે ગોંડલની કુમાર શાળા નંબર - ૫ (અ) ગોંડલના વાલીઓ પણ બાળકોને શાળાએ મોકલવા સહમતી આપી રહ્યા છે અને શાળા તરફથી પણ માસ્ક, સેનિટાઈઝર , થર્મલ ગન , સ્વચ્છતા, વગેરે સલામતીના પગલાં લેવામાં આવ્યા છે.
શાળા નંબર ૫(અ) ગોંડલના આચાર્ય અશોકભાઈ શેખડા તથા શાળાનો સમગ્ર સ્ટાફ દ્વારા કોઈ પણ બાળક કોરાનાથી સંક્રમિત ન થાય તે માટે બાળકો અને વાલીઓને માર્ગદર્શન આપી સાવચેતીના પગલાં લેવા ખાસ અનુરોધ કર્યો છે. જેમાં બાળકો અને શિક્ષકોની સલામતી માટે ખાસ તકેદારી લેવામાં આવી રહી છે. સરકારની SOP ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ થઈ રહી છે ત્યારે ખાસ ગરીબ પરિવારના બાળકો કે જેમની પાસે ONLINE શિક્ષણના ઉપકરણો ઉપલબ્ધ નથી અને જેઓ ઘણા સમયથી શિક્ષણથી વંચિત રહ્યા છે ત્યારે શરૂ થઈ રહેલા પ્રત્યક્ષ શિક્ષણને વાલીઓમાં હરખની લાગણી અનુભવી છે અને શિક્ષકોએ આ પગલાંને આવકાર્યું છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.