મોત:મોરબીમાં આધેડે ફાંસો લગાવી આપઘાત કર્યો

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવતા’તા

શનાળા રોડ પર આવેલા યદુ નંદન પાર્કમાં રહેતા મનસુખભાઇ મહાદેવભાઈ વસિયાણી નામના 52 વર્ષીય આધેડે બુધવારે રાત્રીનાં તેના ઘરમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઇ લીધો હતો.ઘટનને પગલે પરિવાર અને સગા સબંધી અને મિત્ર વર્તુળમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી. ઘટનાબાદ તેમના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે નોધ કરી આધેડના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી આધેડ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કન્યા શાળામાં આચર્ય તરીકે ફરજ બજાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...