પોઝિટિવ કેસમાં ઉછાળો:મોરબી શહેરના 25 સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની અડધી સદી

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો કે 12 દર્દી ડિસ્ચાર્જ થતા એક્ટિવ કેસનો આંકડો 207 પર પહોંચ્યો
  • કોરોનાના એક પણ ​​​​​​​કેસમા વેન્ટિલેટર કે હોસ્પિટલાઇઝેશન ન આવતાં આરોગ્ય તંત્રને આંશિક રાહત

મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં તેજ ગતિએ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મોરબી શહેરમાં કેસમાં મોટા પાયે ઉછાળો આવ્યો છે. સોમવારે મોરબી જિલ્લામાં કુલ 51 દર્દી કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાંથી મોરબી શહેરમાં 25 કેસ પોઝિટિવ આવ્યા હતા. જયારે 19 દર્દી મોરબી ગ્રામ્ય વિસ્તારોમાં પોઝિટિવ આવ્યા હતા. અન્ય તાલુકાની વાત કરીએ તો વાંકાનેર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં 1-1દર્દી, ટંકારાના આસપાસની ગ્રામ પંચાયતમાં 2, માળીયા તાલુકા પંચાયતના 3 કેસ સામે આવ્યા હતા. બીજી તરફ મોરબીના 11, અને માળિયાના 1 એમ કુલ 12 દર્દી સ્વસ્થ થતા ડિસ્ચાર્જ થઈ ગયા હતા.જિલ્લામાં કુલ 1449 દર્દીના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. 207 એક્ટિવ કેસ છે.

મોરબી જિલ્લાની કુલ વાત કરીએ તો 6753 પોઝિટિવ કેસ આવ્યા હતા. જેમાથી 6205 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા હતા. જો કે લાંબા સમયથી એક પણ મોત થયા નથી જો કે બીજી લહેર દરમિયાન 87 દર્દીના મોત થયા હતા. જે લહેરમાંથી શીખ મેળવી આરોગ્ય તંત્રએ વેક્સિનેશન કરાવવા પર ભાર મૂક્યો હતો અને નાગરિકોએ પણ સાવચેતીના ભાગ રૂપે રસી લઇ સુરક્ષિતતા મેળવી હતી.

જિલ્લામાં આજે મેગા વેક્સિનેશન ડ્રાઈવ 50 હજાર વેક્સિનનો ડોઝની ફાળવણી
મોરબી જિલ્લામાં સોમવારથી હેલ્થ વર્કર,ફ્રન્ટ લાઈન વર્કર તેમજ 60થી વધુ વયના કોમોર્બીડ લોકોને ત્રીજો ડોઝ આપવાની શરૂઆત કરી હતી.પ્રથમ દિવસે જિલ્લામાં 1684 લોકોને વેક્સિનનો ત્રીજો ડોઝ આપ્યો હતો. ઉપરાંત 793 તરુણ,18થી 44 વયના 3455 યુવાન, 45થી વધુ વયના 813 લોકો મળી કુલ 6745 ડોઝ આપ્યા હતા. જિલ્લામાં મંગળવારે મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કર્યું છે.અને તેના માટે 215 સાઇટ પર 45,540 કોવિશિલ્ડ અને 4460 કોવેક્સિનના ડોઝ ફાળવ્યા છે. તમામ સીએચસી,પીએચસી, અર્બન હેલ્થ સેન્ટર, સિવિલ હોસ્પિટલમાં વેક્સિનેશન ડ્રાઇવ યોજાશે.આ ડ્રાઇવમાં વધુને વધુ લોકોને વેકસીન લેવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...