તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત અવ્વલ:દેશમાં નિકાસ કરવામાં ગુજરાત પ્રથમ, મોરબીનો 20 ટકા હિસ્સો

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના કાળ છતાં નિકાસમાં વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાત અવ્વલ
  • કેન્દ્રે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યનો વૃદ્ધિ દર 20.83 ટકા

વર્ષ ૨૦૨૦-૨૧ માં આખો દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો હતો. ભારત ઉપરાંત વિશ્વના પણ અનેક દેશોમાં કોરોનાના કહેરના કારણે લોકડાઉન લાદવામાં આવ્યું હતું તેમ છતાં વિદેશમાં કરવામાં આવેલી નિકાસમાં સમગ્ર દેશમાં ગુજરાતે પ્રથમ ક્રમ મેળવ્યો છે.

કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડામાં ૨૦.૮૩ % સાથે ગુજરાત ઇન્ટરનેશનલ માર્કેટમાં એક્સપોર્ટ કરવામાં પહેલા નંબરે રહ્યું છે. જે ગત વર્ષે બીજા ક્રમાંકે હતું. જો કે ગુજરાતની ગત વર્ષની સરખામણીમાં વિકાસની ટકાવારી 0.37 ટકા ઘટી છે. ગુજરાતે આ ક્રમ અંદાજે આઠ વર્ષ પછી મેળવ્યો છે. જેમાં ગુજરાતે મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશને પાછળ રાખી દીધા છે. ઉલ્લેખનીય છે કે દેશની સિરામિક જરૂરિયાતની 70 ટકા જરૂરિયાત એકમાત્ર શહેર મોરબી પુરી પાડી રહ્યું છે. દેશને હુંડિયામણ રળી આપવાની બાબતમાં સ્વનિર્ભર બનવામાં મોરબીનો ફાળો ઓછો નથી ગણાતો.

લોકડાઉન છતાં 2500 કરોડની નિકાસ
ગુજરાતે દેશની કુલ નિકાસના ૨૦.૮૩ ટકા નિકાસ કરી છે, જેમાં મોરબી સિરામિક ઉદ્યોગનો ફાળો ૨૦ ટકા જેટલો છે જે દેશના કુલ નિકાસના ચાર ટકા થાય છે. ગત નાણાકીય વર્ષમાં લોકડાઉન હોવા છતાં મોરબી દ્વારા અંદાજે રૂપિયા ૨૫૦૦ કરોડની નિકાસ કરવામાં આવી હતી જે મોરબી માટે સમગ્ર દેશમાં ગૌરવની વાત છે મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વભરમાં ગુણવત્તામાં ડંકો વગાડી રહ્યો છે. કપરી પરિસ્થિતિમાં જ્યાં અન્ય ઉદ્યોગોને સર્વાઇવ કરવામાં પણ તકલીફ પડી રહી હતી એવામાં સિરામિક ઉદ્યોગો રોજગારી ઘટાડ્યા વગર આટલો નિકાસ આંક સર કર્યો એ દેશ અને શહેર માટે ગાૈરવની વાત ગણાય. > નિલેશ જેતપરિયા, પ્રમુખ સિરામિક એસોસિએશન મોરબી

અન્ય સમાચારો પણ છે...