મારામારી:મોરબીમાં રસ્તા પરથી બાઈક હટાવવા મુદ્દે જૂથ અથડામણ

મોરબી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો - Divya Bhaskar
ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો
  • પંચાસર રોડ વિસ્તારમાં વાતાવરણ તંગ થતા પોલીસ કાફલો ખડકાયો

પંચાસર રોડ વિસ્તારમાં મંગળવારે સવારનાં સમયે રસ્તા પર પડેલા વાહનોને દૂર કરી અન્ય વાહન કાઢવા મુદે બોલચાલી થઈ હતી, જે બાદ એક જૂથનાં સભ્યોએ એક સંપ કરી સામે વાળાના ઘરે જઈ ધોકા પાઈપ સહિતનાં હથિયારથી હુમલો કરી દીધો હતો અને સામસામે થયેલી અથડામણમાં એક મહિલા સહિત 5 લોકોને ઇજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

મારામારીના બનાવમાં બન્ને પક્ષે મહિલા સહિત 5ને ઇજા પહોંચી
મોરબીમાં લોક ડાઉન સમયે ક્રાઈમ રેટ જે રીતે નીચો ગયો હતો, તે જોતા મોરબી જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવી સ્થિતિ બની ગઇ હતી. જો કે લોકોડાઉન બાદ હવે લોકોને ઘરની બહાર નીકળવા કે કામ ધધો કરવાની છૂટ મળી છે ત્યારે જાણે ગુનેગારોને પણ ગુનો કરવાની છૂટ મળી હોય તેમ એક પછી એક મારામારીનાં બનાવ બની રહ્યાં છે. હજુ બે દિવસ પહેલા કાલીકા પ્લોટમાં જૂથ અથડામણ સર્જાઈ, આ પહેલા અલગ અલગ વિસ્તારમાં મારામારીનાં બનાવ સામે આવ્યા છે, ત્યારે વધુ એક જૂથ અથડામણની ઘટના બની છે.બનાવની મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર ભુંભર વાડી વિસ્તારમાં રહેતા રમેશભાઈ મલાભાઈ  કણજારીયા તેમની રીક્ષા લઈ ઘરેથી કામ પર જવા નીકળતા હતા, ત્યારે  રસ્તામા 4 જેટલા શખ્સ બાઈક વચ્ચે રાખીને ઉભા હતા. જેથી રમેશ ભાઈએ બાઈક દૂર રાખવાનું કહેતાં આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને રમેશભાઈને પાઇપ ધોકા જેવા હથિયારથી ઢોર માર માર્યો હતો અને રિક્ષામાં નુકશાન કર્યું હતું. રમેશભાઈનો અવાજ સાંભળી તેમના કુટુંબીજનો છોડાવવા આવતા તેમને પણ આ લોકોએ માર માર્યો હતો. આ ઘટનામાં મહિલા સહિત 5 લોકોને ઇજા પહોંચી હતી.ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂથ અથડામણના કારણે વાતાવરણ તંગ બન્યું હતું, જે બાદ એ ડિવિઝન પોલીસ સ્ટાફ,એલસીબી, એસઓજી સહિતનો કાફલો સ્થળ પર ખડકી સ્થિતી કાબુમાં લીધી હતી. બનાવ અંગે યુવાને આસિફ ઓસમાનભાઈ,એજાજ હનીફભાઈ,કાદર પાયક,સરફરાઝ કાદરભાઈ પાયક,રિયાઝ પાયક,બિલાલ પાયક,સદામ હનીફ પાયક વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...