જૂથ અથડામણ:મોરબીમાં સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવા મુદે જૂથ અથડામણ

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીસીપરામાં નાનકડી બાબતમાં મોટી માથાકૂટ

મોરબીના વિસિપરા વિસ્તારમાં સોશ્યલ મીડિયામાં કોમેન્ટ કરવા મુદે બે જૂથ વચ્ચે માથાકૂટ સર્જાઈ હતી, જેમાં બન્ને તરફ લોકોને ઈજા પહોંચી હતી આ અંગે પોલીસે સામ સામી ફરિયાદ નોંઘી કાર્યવાહી હાથ ધરી હતી.માળીયા મિયાણાના કાજરડા ગામના હનીફભાઇ અબાસભાઇ ભટી નામના યુવકનો આરોપી એજાજભાઇ મિત્ર હોય અને સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરવા મુદ્દે બોલાચાલી થઈ હતી અને વિશિપરા ખાડા નજીક ભેગા થઈ એજાજભાઇ કાદરભાઇ હસનભાઇ મોવર, અક્રમભાઇ કાદરભાઇ હસનભાઇ મોવર, માળીયાના જાવેદ જામ અને એક અજાણ્યા ઇસમેં હુમલો કરી મુઠથી ઇજાઓ કરી હતી.

બાદમાં તફરાર થઇ ગયા હતા અને આગળ જતાં શાંતિવન સ્કૂલ પાસે ફરિયાદી તેમના મિત્ર કરીમભાઇ અબાસભાઇ ભટી તથા હુસેન મોવર સાથે ઘરે જતા હતા ત્યારે આ ચારેય ઈસમો ફરી મળી જતા ઝઘડો કરી ફરિયાદીને ડાબા સાથળ અને બેઠકના ભાગે તેમજ તેના બીજા એક મિત્ર સાથળના ભાગે છરી ઝીંકી દીધી હતી.

તેવી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી તો સામે પક્ષે એજાજભાઈ હસનભાઇ મોવર જાતે હનીફ અબ્બાસ કરીમભાઇ ભટી, કરીમ અબ્બાસ ભટી અને હુસેન મોવર વિરુદ્ધ ગુન્હો નોંધી ફરિયાદી એજાજભાઈ સાથે ઇંસ્ટાગ્રામ પોસ્ટમાં કૉમેન્ટ બાબતે ઝઘડો કરી સાહેદ અકરમને ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...