તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:એક દુકાનના રવેશમાંથી બીજામાં જતાં યુવાન નીચે પટકાયો, મોત

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેન્દ્રનગર પાસે કોમ્પ્લેક્સના ચોથા માળે બનાવ

મોરબીના મહેન્દ્ર નગર ગામ નજીક એક કોમ્પ્લેક્ષના ચોથા મળે આવેલ એક દુકાનથી બીજી દુકાન તરફ જતા હતા તે દરમિયાન અકસ્માતે નીચે પટકાયો હતો અને ગંભીર હાલતમાં તેનું મોત થયું હતું. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે નોંધી તપાસ હાથ ધરી હતી. ચાર માળ ઉતરીને બીજા ચાર માળ ચડીને જવાની થોડી એવી આળસ મોંઘી પડી અને યુવાને જીવ ખોવાનો વારો આવ્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતો રાજેન્દ્રસિંહ દોલુભા જાડેજા નામનો યુવાન ગત તા. 10ના રોજ મહેન્દ્રનગરમાં સી.એન.જી. પંપ નજીક ઇન્દ્ર પ્લાઝા કોમ્પલેક્ષમાં ચોથા માળે એક દુકાનથી બીજી દુકાનના રવેશમા જતા હતા. ત્યારે ત્યાં પાણી ભરાયેલ હોય. જેથી, અકસ્માતે પગ લપસતા નીચે પતકાતા માથાના ભાગે તેમજ શરીરમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી ગંભીર હાલતમાં યુવાંનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...