મોરબીના સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા નાગડાવાસમાં રહેતા પરપ્રાંતિય ખેત મજૂરની 16 વર્ષની બાળાનો પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો હતો.
બાળાને માતા-પિતા પાસે નહોતું જવું, દાદા પાસે જવું હતું
181 અભયમ હેલ્પલાઇન દ્વારા 16 વર્ષની આ બાળાને સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવી હતી. જેનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું હતું કે તે બાળક મૂળ મધ્યપ્રદેશની છે અને હાલ નાગડાવાસમાં ખેત મજૂરી કરતા તેના માતા-પિતા સાથે રહે છે. માતા-પિતાનો ઝઘડો થતા તે કંટાળીને ઘરેથી કહ્યા વિના નીકળી ગઈ હતી. 181 અભયમ હેલ્પલાઇનને આ બાળા મળતા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને જાણવા મળ્યું હતું કે બાળાના માતા પિતા નાગડાવાસમાં ખેત મજૂરી કરે છે.
દાદાજીનો સંપર્ક સાધી મધ્યપ્રદેશથી તેમને બોલાવવામાં આવ્યા
સ્ટાફ દ્વારા ત્યાંના સ્થાનિક સરપંચનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બાળા તેના માતા-પિતા પાસે જવા સહમત ન હતી પરંતુ તેને મધ્યપ્રદેશમાં રહેતા તેના દાદાજી પાસે જ જવું હતું. જેથી 181 અભયમ ટીમ અને સ્ટોપ સેન્ટર દ્વારા તેનું કાઉન્સેલિંગ કરીને તેમજ બાળાના મામા તેમજ પિતાના સંપર્ક થકી દાદાજીનો સંપર્ક સાધી મધ્યપ્રદેશથી તેમને બોલાવવામાં આવ્યા હતા. બાળાને હેમખેમ દાદાજીને સોંપી સખી વન સ્ટોપ સેન્ટરે પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.