પરિણીતાનો આપઘાત:જાંબુડિયા નજીકની ફેક્ટરીમાં યુવતીએ ગળાફાંસો ખાધો, પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ

મોરબી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાએ લેબર ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ નજીકની ફેક્ટરીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, આ મૃતક પરિણીતાનો લગ્નગાળો માત્ર 4 માસનો હોય જેથી પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ
જે આપઘાતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જાંબુડિયા ગામ નજીકની રોલેક્ષ સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા પુજાબેન હેમરાજભાઈ ઠાકુર નામની પરિણીતાએ લેબર ક્વાર્ટરમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જે બનાવની જાણ થતાં મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક પરિણીતાનો લગ્નગાળો માત્ર ચાર માસનો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી છે, જેની વધુ તપાસ તાલુકા પોલીસ મથકના એમ આર ગામેતી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...