તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કચ્છના નાના રણના ઘૂડખર અભયારણ્યમાં આજથી પ્રવેશબંધી

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુનો સંવનન કાળ શરૂ થઇ રહ્યો હોઇ 15 ઓક્ટોબર સુધી બંધ

કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઓછું થઇ રહ્યું છે અને સરકાર પણ અમુક ગાઇડલાઇનના આધારે અનલોક તરફ આગળ વધી રહી છે ત્યારે પ્રવાસીઓને થોડી છૂટછાટ મળે તેવી સંભાવનાઓ વધી છે. હળવદ અને ધ્રાંગધ્રા નજીકના જાણીતા એવા ઘુડખર અભયારણ્યને આજે તા.16 જૂનથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. પશુઓનો સંવનન કાળ શરૂ થઇ રહ્યો હોઇ, તંત્ર દ્વારા પ્રવાસીઓની પ્રવેશબંધી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

રણના ઘોડા તરીકે જાણીતા અને મોરબી જિલ્લાના હળવદ તેમજ ધ્રાંગધ્રાના રણ વિસ્તારમાં જોવા મળતા ઘૂડખર પ્રાણીના સંવનન કાળને લઈ આવતીકાલે 16 જૂનથી ઘૂડખર અભયારણ્યમાં પ્રવેશબંધી ફરમાવવા આવી છે આ અંગે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી દેવાયું છે. ઘૂડખર અભયારણ્ય 16 જૂનથી 15 ઓક્ટોબર-2021 સુધી ચાર મહિના તમામ વ્યક્તિઓ કે પ્રવાસીઓ માટે બંધ રહેશે. માત્ર કચ્છના નાના રણ વિસ્તારમાં હળવદ, માળીયા, ધ્રાંગધ્રા અને પાટડી ધરતી ઉપર જ જોવા મળતા જંગલી ઘૂડખરના રક્ષણ માટે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ 1973માં કચ્છના રણના 4954 ચોરસ કિ.મી.વિસ્તારને ઘૂડખર અભયારણ્ય તરીકે રક્ષિત કરવામાં આવ્યો છે.

આ વેગવાન પ્રાણી પ્રતિકૂળ પરિસ્થિતિમ‍ાં ટૂંકા અંતર માટે 70 કિ.મી. પ્રતિ કલાકની મહત્તમ ગતિથી દોડી શકે છે. વધુમાં ઉષ્ણતામાનમાં થતા 1 ડીગ્રી સેલ્સીયસથી માંડીને 50 ડીગ્રી સેલ્સિયસ જેટલા ફેરફારો અને અત્યંત વિષમ વાતાવરણીય પરિસ્થિતિઓમાં પણ આ પ્રાણી અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા ધરાવે છે. છેલ્લે કરાયેલ ગણતરી મુજબ કચ્છના નાના રણ વિસ્તારમાં 6082 ઘુડખર નોંધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...