તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:હળવદ પંથકના વધુ બે ગામમાં ગૌવંશ પર થયો ઘાતકી હુમલો

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કવાડિયા, મિયાણી ગામે ગૌવંશ પર તીક્ષ્ણ હથિયારો ઝીંકાયા
 • પશુઓ પર વધતાં અત્યાચારથી જીવદયાપ્રેમીઓમાં નારાજગી

હળવદમાં પશુઓ અત્યાચારની ઘટના દિનપ્રતિદિન વધી રહી છે. અબોલ પશુઓના સતત હુમલાઓની ઘટના સામે આવી રહી છે. હળવદ પંથકમાં વધુ બે ગામોમાં પશુઓ ઉપર અત્યાચારના બનાવો સામે આવ્યા છે.કવાડિયા અને મિયાણી ગામે ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરાયો હતો. ગૌવંશ ઉપર સતત હુમલો થવાથી ગૌપ્રેમીઓમાં ઘગઘગતો આક્રોશ જોવા મળી રહ્યો છે. હળવદ પંથક હમણાંથી અબોલ પશુઓ ઉપર અત્યાચારથી ખળભળી ઉઠ્યું છે.રોજ દિવસ ઉગેને કોઈને કોઈ ગામમાં કે અન્ય વિસ્તારોમાં અબોલ પશુઓ ઉપર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. નરાધમો જાણે બેફામ બન્યા હોય અને પોલીસ કે કાયદાનો કશો જ ડર ન હોય તેમ આ પાશવી કૃત્ય આચરી રહ્યા છે.

છેલ્લા ઘણા દિવસોથી ખાસ કરીને વાડી વિસ્તારોમાં ચરતા ગૌવંશને ટાગેટ કરવામાં આવે છે.ત્યારે આજે હળવદના નવા ઘનાળા ગામે 5 આખલાઓને કોઈએ ઝેરી પદાર્થ ખવડાવીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની ઘટના સામે આવ્યા બાદ વધુ બે ગામમાં ગૌવશને નિશાન બનાવવામાં આવ્યા હતા.જેમાં હળવદ તાલુકાના કવાડિયા ગામે અને મિયાણી ગામે ગૌવશ ઉપર કોઈએ તીક્ષીણ હથિયારોથી હુમલો કર્યો હતો.આ હુમલાના બનાવોથી ગૌપ્રેમીઓ રોષે ભરાયા છે અને પોલીસ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો