તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબીના શનાળા રોડ પર આવેલા જીઆઈડીસી પ્લોટ વિસ્તારમાંથી પસાર થતી ગુજરાત ગેસની લાઈનમાં સાંજના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી.જોતજોતામાં આગની જવાળા 20થી 25 ફૂટ ઊંચી ઉડી હતી અને પાસે રહેલા વૃક્ષને પણ પોતાની ઝપટમાં લઈ લીધું હતું. બનાવને કારણે આસપાસ વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં ગુજરાત ગેસ દ્વારા વાલ્વ તાબડતોબ બંધ કરી દેવામાં આવ્યો હતો.આ ઉપરાંત મોરબી ફાયર વિભાગના બે બ્રાઉઝર, જીએસપીસી ગેસની મેન્ટેનન્સ ટીમ, પોલીસ અને પીજીવીસીએલનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર ગણતરીની મિનીટમાં કાબુ મેળવ્યો હતો. ઘટના બાદ ગેસ લાઈનની મેન્ટેનન્સ કામગીરી હાથ ધરી હતી.આ ઉપરાંત પીજીવીસીએલ દ્વારા ત્યાંથી પસાર થતી વીજલાઈન પણ બંધ કરી દેવાઈ હતી.બનાવમાં કોઈ જાનહાની ન થતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. આગનું ચોક્કસ કારણ સામે આવ્યું ન હતું પણ ગેસલાઈનના વાલ્વ આસપાસ કચરાના ઢગલામાં આગ લાગવાથી લાઈનનો વાલ્વ લીકેજ થતા આગ લાગી હોવાનું તારણ લગાવાઈ રહ્યું છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.