તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ગેસનો બાટલો ફાટતા દાઝેલી શ્રમિક પુત્રીનું સારવારમાં મોત

મોરબી21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોરબીના બંધુનગર પાસે ફેકટરીના ક્વાર્ટરમાં બની હતી ઘટના

મોરબીના બંધુનગર ગામે આવેલી એક સીરામીક ફેકટરીમાં રહેતા અને મજૂરી કામ કરતા એક મજૂરની ઓરડીમાં ગેસ સિલિન્ડર ફાટતા ગંભીર રીતે દાઝી ગયેલી બાળકીનું 22 દિવસની સારવાર બાદ મોત નિપજતા શ્રમિક પરિવારમાં શોક છવાઈ ગયો છે. મોરબીના બંધુનગરમાં આવેલા ફોરમ સિરામીક નામના કારખાનામાં શ્રમિકોની ઓરડીમાં ગત 19 જાન્યુઆરીએ કોઈ કારણોસર રાંધણ ગેસ સિલિન્ડર ફાટતા 6 વર્ષીય અનુશ્રી બામાદેવ પાંડા નામની બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી.

પ્રથમ બાળકીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આમ છતાં બાળકીની હાલત ન સુધરતા રાજકોટની અન્ય બે ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર શરૂ કરાઇ હતી. જો કે, સારવાર કારગત ન નિવડતા 9 ફેબ્રુઆરીના રોજ બાળકીનું મોત થયું હતું. એ અંગેના કાગળો ગઈકાલે શુક્રવારે મોરબી તાલુકા પોલીસને મળતા પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.આર. ચાવડાએ અકસ્માતે મોતનો બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો