લોકોની સમસ્યા:પાણી, રોડ અને લાઇટ સહિતની સુવિધા મુદ્દે માળિયા સજ્જડ બંધ

મોરબી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુવિધા મુદ્દે ચાલતા આંદોલનના સમર્થનમાં લોકોએ બંધ પાળ્યો
  • છેલ્લા કેટલાક સમયથી લોકો વિવિધ પ્રશ્નને લઈ કરી રહ્યા છે આંદોલન

મોરબી જિલ્લામાં આવતી અને અંદાજીત 20 હજાર વસ્તી ધરાવતી માળિયા મિયાણા પાલિકા જાહેર થયાના 17 વર્ષ થયા છતાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે લોકોને લાઈટ પાણી રોડ રસ્તા સફાઈ સહિતની પ્રાથમિક સુવિધાઓ આજ દિન સુધી તંત્ર પૂરું પાડી શક્યું નથી.

મોરબી જિલ્લાના જ છેવાડાના તાલુકો માળિયા હાલ પાણી, રોડ અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાથી વંચિત છે ત્યારે આ સુવિધા અને પોતાના હક માટે ચાલતા આંદોલનના સમર્થનમાં લોકોએ સજ્જડ બંધ પાળ્યો છે.

તંત્રએ ખાતરી દેતા આંદોલનનો અંત
માળિયામાં ચાલતા આંદોલન પૂર્ણ કરવા સામાજિક કાર્યકરોને અપીલ કરી હતી અને તેમના દ્વારા કરેેલ રજૂઆત સ્વીકારવામાં આવી હોવાનું અને વહેલી તકે તેનો નિકાલ લાવવાની ખાતરી આપી હતી. તંત્રની ખાતરી બાદ આંદોલન સમેટી લીધું હતું અને મામલતદાર ને ધર્મગુરુએ તમામ ઉપવાસીઓને પારણા કરાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...