તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:ગામડે કોરોના બેકાબૂ, કગથરા

મોરબી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આમા રાજકારણ નહીં, કુંડારિયા
 • ટંકારાના ધારાસભ્યએ પ્લાઝમા ડોનેશન કેમ્પમાં કર્યા તંત્ર પર આક્ષેપ

ટંકારા પડધરીના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ તેના પુત્રના સ્મરણાર્થે પ્લાઝમાં ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં તેઓએ આ દરમિયાન મોરબી જિલ્લાને વહીવટી તંત્ર અને સરકારે મોરબીની પ્રજાને રામ ભરોસે છોડી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. મોરબીમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધ્યા છે અને સમગ્ર રાજ્યમાં મોરબીની સ્થિતિ સૌથી વધુ ખરાબ હોવાનું જણાવ્યું હતું.

તેઓએ મોરબીમાં બેડ,ઓક્સિજન દવા તેમજ ઇંજેક્શનની અછત હોવાનું જણાવ્યું હતું તેમજ તેઓએ ઉમેર્યું હતું કે જિલ્લાના ખાખરેચીમાં 60થી વધુ લોકો,અને અલગ અલગ ગામડામાં 15થી 17 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા.તો ઓક્સિજનના અભાવે દર્દીઓ મોતને ભેટી રહ્યા હોવાનું અને સમગ્ર જિલ્લો રામ ભરોસે હોવાનું જણાવ્યું હતું. જો કે અંગે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે મોરબીમાં સ્થિતિ ખરાબ થઈ હતી, હવે નથી. રાજય સરકાર અને મોરબીના ઉધોગકારો સામાજિક સંસ્થાઓએ સાથે મળી હજારો બેડ ઉભા કરી દીધા હતા.

સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી.રાજય સરકારની મદદથી સિરામિક ઉદ્યોગકારોઅે રાતોરાત ઓક્સિજન પ્લાન્ટ પણ ઉભો કરી ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. મોરબીમાં હાલ સ્થિતિ ઘણી કાબુમાં આવી ચૂકી છે. એક મહિના પહેલા જયારે મોરબીવાસીઓને તેમના સાથની જરૂર હતી ત્યારે કયાં ગયા હતા? હવે સ્થિતિ કાબુમાં આવી ત્યારે રાજકરણ કરી રહ્યા છે. રાજકરણનો સમય નથી મહામારીમાં કોંગ્રેસના મિત્રો પણ મોરબીવાસીઓની થઈ શકે તેટલી મદદ કરે તે જરૂરી છે, નહીં કે રાજકરણની! મહામારીનો સામનો સાથે મળીને કરવાનો હોય, તેમાં પક્ષાપક્ષી ન હોવી જોઇએ. માનવતાનો સાદ પડે ત્યારે તેમાં રાજકારણ વચ્ચે ન આવે તે જ સમયનો તકાજો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો