કાર્યવાહી:મોરબીમાં જુગારની મોસમ પુરબહારમાં દસ દી’માં જિલ્લામાંથી 171 શકુનિ ઝબ્બે

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુગારી પાસેથી 26.47 લાખ રોકડ મળી કુલ 50.72 લાખનો મુદામાલ જપ્ત કર્યો

સૌરાષ્ટ્રમાં તો શ્રાવણ મહિનામાં જાણે જુગારની મોસમ ખીલતી હોય તેમ શહેર હોય કે ગામ, ઘરમાં વાડીમાં કે ધંધાના સ્થળે જ્યાં મોકો મળે ત્યાં જુગારીઓ પોતાના દાવ લગાવતા હોય છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પોલીસે 25 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન કુલ 35 જુગારના અડ્ડા પર દરોડાની કાર્યવાહી કરી હતી.

171 જુગારીને દબોચી લીધા હતા અને તેમના વિરુદ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી સ્થળ પરથી રૂ.26 લાખ 47 હજાર રોકડ મળી કુલ 50 લાખ 72 હજાર 780 રૂપીયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસ મથક મુજબ જોઈએ તો એ ડિવિઝન પોલીસે 25 જુલાઇથી 5 ઓગસ્ટ દરમિયાન 8 કેસ કરી 36 જુગારીને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી 30 લાખ 80 હજારનો મદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઉપરાંત બી ડિવિઝન પોલીસે 5 કેસ કરી 26 જુગારી ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂ 7,62,400નો મુદામાલ જપ્ત કર્યો હતો. તાલુકા પોલીસે 4 કેસ કરી 21 જુગારી ઝડપી 2,94,400નો મુદામાલ જપ્ત કર્યો હતો.વાંકાનેર સિટીમાં 4 કેસ નોંધાયા હતા, 15 જુગારી પોલીસની ઝપટમાં આવ્યા હતા. 29,720નો મુદામાલ જપ્ત કરવામાં આવી રહ્યો છે.

વાંકાનેર ગ્રામ્યમાં 5 કેસ થયા હતા અને 29 જુગારી ઝડપાયા હતા અને 7,10,800નો મુદામાલ જપ્ત કરાયો હતો. હળવદમાં 5 કેસ 27 જુગારીને ઝડપી 1.21 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો, ટંકારામાં 10 દિવસમાં એક કેસ થયો હતો, ત્રણ જુગારી સામે ગુન્હો દાખલ કરી રૂ 52,000 જપ્ત કરાયા હતા, માળિયા પંથકમાં જુગારના ત્રણ કેસ કરી 14 લોકોને ઝડપી લીધા હતા અને 21,300નો મુદામાલ જપ્ત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...