મોરબીમાં જુદા જુદા વિસ્તારમાં પોલીસે દરોડો પાડી છ મહિલાઓ સહિત 15 શખ્સોની રૂપિયા 38 હજારથી વધુની રોકડ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચાસર રોડ પરથી જુગાર રમતા 6 ઝડપાયા
બનાવની મળતી વિગત મુજબ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પંચાસર રોડ પર જાહેરમાં જુગારની બાતમીને પગલે ટીમે દરોડો કર્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતા આરોપી જુસબ અલ્લારખા ચાનીયા, મુસ્તાક ઉર્ફે બાબુ હાજી સઈચા, રફીક તારમામદ સુમરા, કાસમ દાઉદશા શાહમદાર, મુનીર અકબર રાઉમા અને શૌકત અલી બાંભણીયા એમ છ ઇસમોને ઝડપી લીધા હતા. ઉપરાંત સ્થળ પરથી પોલીસે રોકડ રકમ રૂ. 21 હજાર 200 જપ્ત કરી છે.
વજેપર પાસેથી જુગાર રમતા ત્રણ ઝડપાયા
બીજા દરોડામાં મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન વજેપર શેરી નં. 15ના નાકા પાસે જાહેરમાં જુગારની બાતમી મળતાં ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા ગીરીશ નારણભાઈ કણઝારીયા, ફારૂક ઇકબાલ પાયક અને નારણભાઈ નરશીભાઈ કણઝારીયા રહે ત્રણેય વજેપર મોરબી વાળાને ઝડપી લીધા હતા, તેમજ રોકડ રકમ રૂ. 1400 જપ્ત કરવામાં આવી હતી.
લાયન્સનગર વિસ્તારમાંથી 6 મહિલાઓ ઝડપાઈ
ત્રીજા દરોડામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે બાતમીને આધારે લાયન્સનગર વિસ્તારમાં દરોડો કર્યો હતો. જેમાં જાહેરમાં જુગાર રમતી ચેતનાબેન નવીનભાઈ ગુર્જર, સોનલબેન નવીનભાઈ ગુર્જર, મનીષાબેન પ્રવીણભાઈ ચુડાસમા, ગીતાબેન વિશ્રામભાઈ ગણતરા, જોશનાબેન કાંતિભાઈ દવે અને જોશનાબેન દિલીપભાઈ સોલગામા એમ છ મહિલાઓને ઝડપી લીધી હતી. તેમજ રોકડ રકમ રૂ. 16 હજાર 120 જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે. પોલીસે ત્રણ દરોડામાં 38 હજાર 720 રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.