પત્તાપ્રેમીઓના રંગમાં ભંગ:લીલાપર રોડ પર રહેણાંક મકાનમાં જુગારધામ પર દરોડો, લાખોની મત્તા સાથે સાત ઝડપાયા

મોરબી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થઇ ગયો છે જોકે જુગારની મોસમ હજુ યથાવત જોવા મળે છે. જેમાં મોરબીના લીલાપર રોડ પર રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર દરોડો કરી એલસીબી ટીમે સાત જુગારીઓને ઝડપી લીધા હતા અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રવાપર લીલાપર કેનાલ રોડ પર વિજયનગર ગજાનંદ પાર્કમાં રહેતા સુજીત છગનભાઈ દેત્રોજાના રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા સુજીતભાઈ છગનભાઈ પટેલ રહે મોરબી રવાપર રોડ, હસમુખભાઈ મોહનભાઈ પટેલ રહે નવાગામ તા. મોરબી, ગોરધનભાઈ મોહનભાઈ પટેલ રહે મેટોડા ગામ તા. પડધરી રાજકોટ, કાંતિભાઈ ગોવિંદભાઈ પટેલ રહે મેટોડા ગામ તા. પડધરી રાજકોટ, શાંતિલાલ દામજીભાઈ પટેલ રહે પડધરી રાજકોટ, જીતેશ બાલુભાઈ પટેલ રહે મોરબી 2 શ્રીમદ સોસાયટી અને જયેશ પરષોતમભાઈ પટેલ રહે મોરબી 2 ઉમા ટાઉનશીપ એમ સાત ઇસમોને ઝડપી લીધા હતા.

સ્થળ પરથી પોલીસે રોકડ રકમ રૂ 7,13,500 જપ્ત કરી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મોરબી પંથકમાં જુગાર ધમધમી રહ્યો છે ત્યારે પોલીસ સતત દરોડા કરી જુગારીઓને કાયદાનું ભાન કરાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...