તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
માળિયા તાલુકામાં મોટા દહીંસરાથી નવલખી પોર્ટ તરફ જવાના રસ્તે આવેલા ખીરસરા નજીક આવેલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ચંદુભાઇ આહીર નામના કર્મચારીએ આ ક્વાર્ટર પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલાને આપ્યું હતું. પોલીસે કોન્સ્ટેબલે અહીં જુગારની કલબ ઉભી કરી દીધી હતી અને હાઈપ્રોફાઈલ જુગાર ધામ ધમધમતું કર્યું હતું. આ અંગેની રાજકોટ આર.આર સેલને બાતમી મળતા પી.એસ.આઈ જે.એસ.ડેલા અને આર.આર સેલની ટીમ આ હાઈ પ્રોફાઈલ જુગાર ધામ પર અચાનક ત્રાટકી હતી અને જુગાર રમાડતા રાજેન્દ્ર સિંહ ઉર્ફે રાજભા બાલુભા ઝાલા તેમજ જુગાર રમી રહેલા ઘનશ્યામભાઈ કરશનભાઈ આદ્રોજા,જયંતીભાઈ ગાંડુભાઈ ઠોરિયા, નવલસિંહ પ્રભાતસિંહ જાડેજા , નરેશભાઈ સવજીભાઈ વિડજા, સંજયભાઈ રણમલભાઈ લોખીલ, કામાંભાઈ સુરેશભાઈ પાસવાનને રંગે હાથ ઝડપી લીધા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી 6.76 લાખ રોકડા,મોબાઈલ વિદેશી દારૂ બીયરનો જથ્થો તેમજ 1 પીસ્તોલ,1 રિવોલ્વર 56 કાર્ટૂસ સહિત કુલ 6,56, 650નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકે ગુન્હો નોધાવી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ
રાજકોટ આર.આર સેલની ટીમે કરેલી દરોડાની કાર્યવાહી દરમિયાન જુગાર સ્થળ પરથી રૂ.25 હજારની પીસ્ટલ,રૂ.25 હજારની રિવોલ્વર અને 56 જીવતા કાર્ટુસ મળી કુલ 55,600નો મુદામાલ તેમજ 3 વિદેશી દારૂ અને 34 ટીન બિયર મળી 4960ની કિંમતના દારૂ બિયરનો જથ્થો મળી આવતા પોલીસ કર્મી વિરુદ્ધ આર્મ્સ એકટ હેઠળ ગુન્હો નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આર આર સેલની રેડથી સફાળી જાગેલી LCBએ 60 બોટલ દારૂ બિયર પકડ્યો
મોરબી જિલ્લામાં આર.આર સેલ ત્રાટક્યાની જાણ થતાં મોરબી એલસીબી સફાળી જાગી હતી અને જુગાર અડ્ડો ચલાવતા મુખ્ય આરોપી રાજેન્દ્ર સિંહ ઉર્ફે રાજભા ઝાલાના પંચાસર રોડ પર માધાપર ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડ્યો હતો અને વાડીમાથી 30 બોટલ બિયર,30 બોટલ વહીસ્કી મળી કુલ 28,500ની કિંમતના દારૂ બિયરના જથ્થા સાથે જયદીપ ઉર્ફે દિગુ ઘનશ્યામભાઈ ચાવડાને ઝડપી લીધો હતો. દારૂ બિયર તેમજ મોબાઈલ સહિત 33,500નો મુદામાલ જપ્ત કર્યો હતો.અને આરોપી જયદીપ ઉર્ફે દિગુ તેમજ રાજેન્દ્ર સિંહ ઉર્ફે રાજભા ઝાલા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.