તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખાખરેચી ગામમાં મહિલાની હત્યામાં ફરાર આરોપી ઝબ્બે

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરુચના અડવાલ ચોકડી નજીકથી પકડી પાડ્યા

માળીયા તાલુકાના ખાખરેચી ગામે આડા સંબંધમાં મહિલાને બળજબરીથી સાથે લઈ જવાની બાબતે હત્યા કર્યા બાદ ફરાર થઇ ગયેલ આરોપીને ભરૂચ જિલ્લાના આમોદ નજીકથી પોલીસે ઝડપી લીધો હતો.આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે ગત તા.14 ઓગસ્ટના રોજ શારદાબેન રણજીતભાઈ બામેટિયા નામની મહિલાની હત્યા કરી ભુપત સવાભાઈ વડેચા અને તેનો સાગરીત ભાઈ નાસી છૂટ્યા હતા. જે દરમિયાન ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ મથક હેઠળ આવતી અડવાલ ચોકડી નજીક આરોપી ભુપત વડેચા અન્ય મહિલા સાથે શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળતા આમોદ પોલીસે ઝડપી લીધો હતો.

બીજી તરફ આરોપી ભુપત વડેચા અંગે આમોદ પોલીસે ઇ ગુજકોપ પોકેટ એપ મારફતે તપાસ કરતા આરોપી મોરબી જિલ્લાના માળીયા તાલુકા પોલીસ મથક હેઠળ નોંધાયેલ ગુન્હામાં નાસતો ફરતો હોવાનું માલુમ પડતા આમોદ પોલીસે આરોપીને હસ્તગત કરી મોરબીના માળીયા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...