મોરબીના નાની વાવડી ગામમાંથી ટુરિઝમનો ધંધાર્થી પિસ્તોલ સાથે ઝડપાયો હતો. શહેરની સિદ્ધિ વિનાયક સોસાયટી નજીક શંકાસ્પદ હિલચાલ કરતા શખ્સને અટકાવીને તાલુકા પોલીસની ટીમે તેની તલાશી લેતા હાથ બનાવટની પિસ્તોલ મળી આવતાં તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી તાલુકા પોલીસ ટીમે નાની વાવડી ગામે સિદ્ધિ વિનાયક સોસાયટી નજીક શંકાસ્પદ હિલચાલ કરતા ટુરિઝમના ધંધાર્થીને હાથ બનાવટની પિસ્તોલ ઝાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ ગુનો દાખલ કર્યો હતો.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ ગેરકાયદે હથિયારો શોધી કાઢવા સુચના કરતા મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટર વિરલ પટેલ, સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ. જંચીપભાઇ પટેલ તથા પંકજભા ગઢવીને મળેલી ખાનગી બાતમી આધારે મોરબી તાલુકાના નાની વાવડી ગામે, સિધ્ધી વિનાયક સોસાયટીના નાકા પાસે આરોપી જગદીશભાઇ અમરશીભાઇ રૂપાલા (ઉ.વ.૪૪, ધંધો-ટુરીઝમ, રહે, નાની વાવડી, સિધ્ધી વિનાયક સોસાયટી, તા.જી,મોરબી)ને તેની પાસેથી એક હાથ બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લઈ તેની સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.