તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મોરબીના સિરામિક ઝોનમાં વારંવાર વીજળીકાપથી ઉદ્યોગકારો પરેશાન , નવું ડિવિઝન બનાવવા માગણી

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના પીપળી જેતપર રોડ પરની 350થી વધુ ફેક્ટરી છે.

મોરબીના પીપળી-જેતપર રોડ પર 350 થી વધુ સીરામીક ફેક્ટરી આવેલી છે. તેમજ અન્ય ઉદ્યોગો પણ છે. આ ઝોનમાં વારંવાર વીજકાપથી ઉદ્યોગકારો ત્રાહિમામ પોકારી ગયા છે. એક તરફ લાંબા લોકડાઉન બાદ ધીમે ધીમે સિરામિક ઉદ્યોગની ગાડી પાટે ચડી રહી છે અને એવા જ સમયે આ રીતે વારંવાર વીજ કાપ ઝિંકાતા સિરામિક યુનિટના માલિકો ત્રાસી ગયા છે અને આ વિસ્તાર માટે નવા સબડિવિઝનની માંગણી કરી છે. જેતપર સબડિવિઝનમાં 350 ફેક્ટરી ઉપરાંત 31 ગામડાઓ આવે છે.

આ તમામની સમસ્યા માટે માત્ર 20 લોકોનો જીઈબી પાસે સ્ટાફ છે. છેલ્લા 60 દિવસમાં આ ઝોનમાં 60 કલાક વિજકાપ આવ્યો છે. જેના કારણે ઉદ્યોગને બહુ મોટું નુકસાન થાય છે. સિરામિક ઉદ્યોગ એ એક એવો ઉદ્યોગ છે જેમાં ચોવીસે કલાક લાઈટ હોવી જરૂરી છે. પરંતુ સ્ટાફના અભાવને કારણે નાની એવી સમસ્યા માટે પણ 4 થી 5 કલાકનો સમય વીતી જાય છે. મોરબીમાં આટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં એક પણ એચટી સબડિવિઝન નથી. જ્યારે રાજકોટમાં ત્રણ છે. ત્યારે મોરબીમાં તાકીદે એચટી સબડિવિઝનની ફાળવણી કરી આ વિજધાંધિયામાંથી મુક્તિ અપાવવા ઉદ્યોગકારોની માંગ છે.

4 સબ ડિવિઝનની માંગ છે
મોરબીમાં હાલ એક ડિવિઝન તથા ચાર સબ ડિવિઝન છે. અને સરકારમાં વધુ એક ડિવિઝન તથા તેમાં ચાર સબડિવિઝનની માંગણી કરેલ છે. જો આ મુજબની ફાળવણી થઈ જાય તો મોરબી શહેર તથા ગ્રામ્ય વિસ્તાર અને તેમાં આવેલા ઉદ્યોગોના પ્રશ્નોનું સહેલાઈથી નિરાકરણ આવી શકે તેમ છે. > પી.પી. બાવરવા, એક્ઝિક્યુટિવ ઈજનેર, મોરબી

અન્ય સમાચારો પણ છે...