સેવાની સુવાસ:મોરબીના યુવા તબીબનું 10 દી’માં 30 દર્દીની આંખોનું નિ:શુલ્ક ઓપરેશન

મોરબીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડો. તરુણ વડસોલા - Divya Bhaskar
ડો. તરુણ વડસોલા
  • શિક્ષક પુત્રે રણછોડદાસજી હોસ્પિટલમાં ફરજ બજાવી

ગુજરાતીમાં કહેવત છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે. જેવા પિતાના લક્ષણ હોય તેવા પુત્રમાં લક્ષણો જોવા મળે છે, અને દરેક પિતા પણ એવું ઇચ્છતા હોય છે કે તેમના સંતાનો શિક્ષિત બની તમામ સિદ્ધિ મેળવે, પણ સાથે સાથે જરૂરિયાતમંદ લોકોને સેવાની જરુર પડે ત્યારે પાછી પાની ન કરે. મોરબીમાં પણ આવા જ એક સેવાભાવી અને મળતાવડાં સ્વભાવના એક શિક્ષકના પુત્રે ગુજરાત યુનિ. દ્વારા આંખના સર્જનની પરીક્ષા માં જવલંત સફળતા મેળવી હતી અને બાદમાં જયારે સેવાનો સમય આવ્યો તો તેમાં પણ કદમ પાછા ફર્યા ન હતા.

મોરબીના સરકારી શાળા માં વર્ષો સુધી ફરજ બજાવનાર શિક્ષક દિનેશભાઇ વડસોલાના પુત્ર ડો. તરુણ વડસોલાએ તાજેતરમાં જ ગુજરાત યુનિવર્સિટી લેવાયેલી આંખના સર્જનની પરીક્ષામાં યુનિવર્સિટી લેવલે ચોથો ક્રમ મેળવ્યો હતો. આ સિદ્ધિ મળ્યા બાદ તેઓ ગરીબ દર્દીઓની સેવા કરી રહ્યા છે. તાજેતરમાં રાજકોટના રણછોડદાસજી આશ્રમ ખાતે ગરીબ દર્દીઓની આંખના ચેકઅપ અને ઓપરેશનની સેવા આપી હતી અને માત્ર 10 જ દિવસમાં 30 જરૂરીયાતમંદોના આંખના વિનામૂલ્યે ઓપરેશન કરી આપ્યા છે. દરેક વ્યક્તિમાં કંઈકની કંઈક કૌશલ્ય,આવડત શક્તિ,સામર્થ્ય પડેલા હોય જ છે એને સમય આવ્યે બહાર લાવવાના હોય છે અને સમાજ માટે લોકો માટે એ સામર્થ્યનો ઉપયોગ કરી સામર્થ્યવાન બનવું જ રહ્યું એમ ડો.તરુણ વડસોલા કહે છે. તેઓએ આંખની રોશની પ્રાપ્ત કરનાર વડીલોના આશીર્વાદ મેળવી, પોતે પ્રાપ્ત કરેલા શિક્ષણને સમાજ સુધી પહોંચાડી, સમાજ માટે યોગદાન આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...