તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કોરોનામાં માતા-પિતાના મૃત્યુ થયા હોય તે બાળકોને નિ:શુલ્ક શિક્ષણ

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીની ભારતી વિદ્યાલય શાળાના સંચાલકનો નિર્ણય

કોરોના મહામારીએ છેલ્લા 2 વર્ષથી જે રીતે લોકોને આર્થીક અને શારીરિક રીતે નુકસાન પહોંચાડયું છે તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. મોરબી જિલ્લામાં તો આ બે વર્ષમાં મોટી સંખ્યામાં લોકોને જીવ પણ ગુમાવવા પડ્યા છે. કોરોનામાં કેટલાક પરિવાર એવા છે જેમાં ઘરની જવાબદારી ઉપાડનાર મુખ્ય વ્યકિત પણ જીવ ગુમાવ્યા છે તો અમુક પરિવારમાં બાળકોએ માતા પિતા પણ ગુમાવ્યા છે. સરકાર આવા બાળકોનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી છે. અને આગામી દિવસોમાં તેને લગતી કાર્યવાહી પણ હાથ ધરાશે તો બીજી તરફ કેટલીક ખાનગી સંસ્થા પણ આવા બાળકોના શિક્ષણ ન બગડે તે માટે પહેલ કરી રહ્યા.

મોરબીમાં પણ એક શાળાએ કોરોનાથી મૃત્યુ પામેલા બાળકોને નિ:શુલ્ક શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય દ્વારા કોરોનામા માતા-પિતા ગુમાવેલા હોય તેવા બાળકોને મફત શિક્ષણ આપવાનું સરાહનીય કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં માત્ર આંગળી ચીંધીને પણ પુણ્ય મેળવી શકાતું હોય આપની આજુબાજુમાં જો કોઈ આવા બાળકો હોય તો જાણ કરવા અપીલ કરી છે.કોરોનાથી માતા પિતા મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોનો અભ્યાસ ન અટકવો જોઈએ, કોરોનાની આ ગંભીર મહામારીમા ઘણા વ્યવસાયને નુકસાન થયેલું છે.

તેમજ ઘણા બાળકોનું શિક્ષણ કાર્ય પણ ઠપ્પ થયેલું છે. ઉપરાંત આ મહામારીમા બાળકોએ માતા-પિતાને પણ ગુમાવ્યા છે. આવા બાળકોનું શિક્ષણ કાર્ય બંધ ન થાય તે માટે ધો. 1 થી 12 શાળામાં જ્યાં સુધી અભ્યાસ કરે તે સમયગાળા દરમિયાન તમામ શૈક્ષણિક ફી માફ કરવાનું નક્કી કર્યું છે. તેમ ભારતી વિદ્યાલય શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા તેમજ શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...