તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:મોરબીમાં વિધવાને SIPમાં ડબલ રૂપિયાની લાલચ આપી રૂ.61.21 લાખની છેતરપિંડી

મોરબી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ITની રેડની બીક બતાવી મહિલા અને તેના 2 પુત્રના રૂપિયા ઓળવી જનારા સામે ફરિયાદ

મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા શુભ હિલ્સ નામના એપાર્ટમેન્ટમાં રહેતા રંજનબેન નવલકુમાર ઝા નામના વિધવા મહિલાના ઘરમાં 6 મહિના પહેલા ભાડે રહેવા આવેલા નિખિલ રાજેશભાઈ ચંદારાણા નામના શખ્સે રંજનબેન અને તેના પુત્ર સાકેતભાઈ અને નિકેતભાઈને લલચાવી ફોસલાવી ઘરમાં પડેલી રોકડ રકમ એસ.આઈ.પી(સિસ્ટમેટીક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) રોકાણ કરવા અને બમણા રૂપિયા પરત અપાવવાની લાલચ આપી અલગ અલગ સમયે 45,000 રૂપિયા કોઈ પણ પ્રકારની પહોંચ આપ્યા વિના લઈ લીધા હતા, બાદમાં નિખિલ તેની પત્ની સાથે રહેતો હોવાથી પારિવારિક સબંધ થતા તેઓએ ઘરમાં પડેલી રકમની વિગત આપી હતી

જે બાદ નિખિલની નિયત બગડીને એટલા બધા રૂપિયા ઘરમાં કે બેન્ક ખાતામાં ન રખાય, ઇન્કમ ટેક્સની રેડ પડે તો મુશ્કેલી થઇ પડે તેમ કહી ડરાવ્યા હતા અને તે પૈસા બેન્ક ખાતામાં રહેલા 3 કરોડ 20 લાખ જેટલી રકમ ચેક થ્રુ પોતાના ખાતામાં જમા લઈ લીધા હતા અને એમસીએક્સમાં રોકાણ કરાવવાની તેમાં ઉંચા વ્યાજ અપાવવાની લાલચ આપી હતી બાદમાં 2.કરોડ 90 લાખ જેટલી રકમની પહોંચ આપી તેના રૂપિયાનું રોકાણ થયાનું અને જો ઇન્કમટેક્સ વિભાગ પૂછે તો સાથે બિઝનેસ કરો છો તેમ કહેવા જણાવ્યું હતું.બાદમાં એક મોબાઇલ નમ્બર પરથી ઇન્કમટેક્સના નામે ફોન કરાવી આ લોકોને ડરાવવા કોશિશ કરી હતી.61 લાખ જેટલી રકમ અલગ અલગ ખાતાઓમાં જમા કરાવી હતી અને બાદમાં તે નિખિલે ઉપડાવી લીધી હતી અને મહિલાના પુત્ર સાકેતના નામે રાજકોટ આંગડીયું કરાવ્યું હતું.

‘હું ક્યાં ભાગી જવાનો છું’ કહી નિખિલે ખંખેર્યા
નિખિલ ચંદારણાએ મહિલા અને તેના પુત્રને વાયદા કરી 61.21 લાખ લઈ લીધા હતા. જે રકમ પરત કરવાનું કહેતા શખ્સે પહેલા આપી દઈશ હું ક્યાં ભાગી જવાનો છું જેવા બહાના કર્યા હતા. જો કે રકમ ન મળતાં પરીજનોએ ઉઘરાણી કરતા આરોપી નિખિલે રાંજનબેન અને તેના બન્ને પુત્રને મારી નાખવાની ધમકી દેતા રંજનબેને નિખિલ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે છેતરપીંડી અને ધાક ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઈ વી.જી જેઠવાએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો