તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોરબી તાલુકા સેવાસદનમાં રહેલા વોટર કુલર ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉદભવી છે. ઉનાળામાં વારેવારે પીવાના પાણીની જરૂરિયાત ઉભી થતી હોવાથી વિશાળ જનસમુદાયને ધ્યાને લઈને આ પાણી પ્રશ્ન ઉકેલવાની માંગ સાથે માર્ગ અને મકાન વિભાગને રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના સામાંકાંઠે લાલબાગ પાસે આવેલા તાલુકા સેવાસદનમાં નાગરિકોને પીવાના પાણી માટે વર્ષોથી ઠંડા પાણીના ચાર ફ્રીજ મુકેલ છે પણ આ ચારેય ફ્રીજ ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી શોભાના ગાંઠિયા સમાન બની રહ્યા છે.એટલું જ નહીં આ બંધ હાલતમાં રહેલા ફ્રીજ પાસે ગંદકીનો જમાવડો થયો છે. ફ્રીજ બંધ હોવાથી ઉનાળામાં સૌથી મોટી મુશ્કેલી ઉભી થાય છે.હાલ ઉનાળો શરૂ થઈ ગયો હોય વારંવાર પીવાના પાણીની જરૂરિયાત ઉભી થતી હોય પણ ઠંડુ શુદ્ધ પાણી ન મળતા તાલુકા સેવાસદને વિવિધ કામો માટે આવતા સિનિયર સિટીજનો, નાના બાળકો સાથે આવતી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને વહેલી તકે ફ્રીજ ચાલુ કરવાની તેઓએ માંગ ઉઠાવી છે. સાથે સાથે સેવાસદનમાં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં ટોયલેટમાં પથ્થરો તૂટી ગયા હોવાથી વહેલી તકે તેનું રિપેરીગ કરવાની પણ માંગ કરી છે. આ અંગે મોરબીના સામાજિક કાર્યકર મહાદેવભાઈ ગોહેલે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.