કાર્યવાહી:નવમાંથી ચાર આરોપીના 10 દી’ના રિમાન્ડ મંજૂર કરાયા, પાંચ જેલહવાલે થયા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જિલ્લાની જળ હોનારત બાદની સૌથી દુ:ખદ ઘટના એટલે ઝૂલતા પુલ તૂટી પડવાની ગંભીર ઘટનામાં 135થી વધુ લોકોનાં મોત થયા છે આ મોત પાછળ પોલીસે જેને જવાબદાર માની જેમના પર ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે તેવા ઓરેવા કંપનીના બે મેનેજર દીપક નવીન પારેખ, દિનેશભાઈ મહાસુખરાય દવે, મનસુખ વાલજી ટોપિયા, માદેવ લાખાભાઈ સોલંકી દેવ પ્રકાશ સોલ્યુશન નામની કંપનીના ઓનર પિતા-પુત્ર દેવાંગ પ્રકાશ પરમાર અને પ્રકાશ લાલજી પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણને ઝડપી લીધા હતા.

આ ઘટનામાં પોલીસે તમામ આરોપીને આજે કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસે આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. આરોપીઓ પૈકી બન્ને કંપનીના ચારેય મેનેજરના શનિવાર બપોર ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તો ત્રણ સિક્યુરિટી ગાર્ડ, ટિકિટ કલેક્ટર સહિતના 5 આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...