તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:વીરવીદરકામાં ઉઘરાણી મુદ્દે યુવાન પર ચાર શખ્સનો હુમલો

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીમાં પત્નીને તેડવા ગયેલા યુવાન પર હુમલો
  • પથ્થર અને લાકડાંના ધોકા લઇ તૂટી પડતા ઇજા પહોંચી

માળિયા મિયાણા તાલુકાના વીરવિદરકા ગામમાં રહેતા એક યુવાને ગામના એક શખ્સને ઘરે ટ્રેકટર અને હલલ્લર ચલાવેલ હોય અને તેની ઉઘરાણી બાકી હોવાથી રૂપિયા આપી દેવા જણાવતા આરોપીઓએ તેના પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે માળીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

માળીયા તાલુકાના વીર વદરકા ગામમાં રહેતા વિક્રમ જયંતીભાઈ શંખેસરિયા નામના યુવાને ગામના રમેશ રતુભાઈ થરેશાના ઘરે ટ્રેકટર અને હલર મશિન ચલાવ્યું હોય જેના રૂપિયા રમેશે ચૂકવવાના બાકી હતી, જેની ઉઘરાણી કરતા આરોપી રમેશે અન્ય આરોપી નિલેશ રતુભાઈ,ભરત અવચર અને હીરા રતુ સાથે મળી પથ્થર અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે માળીયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મોરબીના મકનસર ગામે પત્નીને તેડવા ગયેલા અમરાપર નાગલપર ગામના યુવાનને મહિલા સહિત ચાર શખ્સોએ ઢીબી નાખી હીચકારો હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના અમરાપર (નાગલપર) ગામે રહેતા અને માલઢોરનો ધંધો કરતા ડાયાભાઇ જીવણભાઇ કરોતરા, ઉ.વ.૩૩ પોતાના પત્નીને તેડવા ગયા હતા ત્યારે મકનસર રબારીવાસમાં બિજલભાઇ હીરાભાઇ વેરાણા, ભારાભાઇ બિજલભાઇ વેરાણા, દેવસીભાઇ બિજલભાઇ વેરાણા અને વજીબેન બિજલભાઇ વેરાણાએ લોખંડનો પાઇપ તથા કુંડલી વાળી લાકડી તથા લાકડાના ધોકા વતી ફરિયાદીને માથામાં તથા હાથે પગે માર મારી ડાબા હાથે ફ્રેકચર કરી સાહેદને મુઢ માર માર્યો હતો. આ ગુનામાં એકબીજાની મદદગારી કરનારા આ તમામ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

અન્ય સમાચારો પણ છે...