તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મોરબી આરટી ઓફિસર સાથે દાદાગીરી કરનાર ચાર પકડાયા

મોરબી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાકી ટેક્સ ચૂકવવાનું કહેતા મામલો બીચક્યો
  • અધિકારીને ધમકી, તોછડું વર્તન કરાતાં ફરિયાદ

મોરબી માળિયા હાઇવે પર નંબર પ્લેટ વગરના ટ્રકને આરટી ઓફિસરે અટકાવી ડિટેન કરતા ચાર શખ્સ લાજવાને બદલે ગાજયા હતા અને ચારેય શખ્સે અધિકારીને ધમકી આપી તોછડું વર્તન કર્યું હતું. મોરબી માળીયા નેશનલ હાઇવે પર આવેલ ભરતનગર ગામ પાસે બે દિવસ પહેલા કુશારામ ક્રિષ્નારામ પ્રજાપતિનો ટ્રક નં- RJ-19-GE-2667 વાળીમા ઓવરલોડ માલ ભરેલ હોય અને આ ગાડીના ચાલકે ભરવા પાત્ર ટેક્સ લાંબા સમયથી ચૂકવવાના બાકી હતા જેથી ટ્રકને ડીટેઇન કરી આર.ટી.ઓ. કચેરી મોરબી ખાતે લેવાનુ કહ્યું હતું.

આથી આ આરોપી કુશારામ ક્રિષ્નારામ પ્રજાપતિ એ અન્ય બે શખ્સ ઉદયસિંહ દેરાવરસિંહ રાઠોડ, વનરાજભાઇ ભાનુભાઇ કવાડીયા, ગણપતસિંગ પ્રેમશીંગ ચૌહાણને ફોન કરી બોલાવી ટ્રકને આર.ટી.ઓ. કચેરીએ નહીં લઇ જઇ ધરમપુરના ભારત પેટ્રોલીયમ નજીક રોકી દઇ આ ચારેય જણાએ કહેલ કે ટ્રક આરટીઓ કચેરીએ નથી લેવી તારાથી થાય તે કરી લે તેમ કહી ફરીયાદીની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી ફરીયાદીને ગાળો આપીને ધમકાવ્યા હતા.આ બનાવની મોરબી આરટીઓ અધિકારી અપુર્વકુમાર પટેલે ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...