કરુણાંતિકા:મોરબીના કાંતિનગરમાં એકસાથે ચાર જનાજા નીકળતાં ગમગીની છવાઇ, લોકો હીબકે ચડ્યા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે ચાર મૃતદેહ ઘરે પહોંચ્યા ત્યારે પરિવારના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન

મોરબીને પેરિસની ઉપમા અપાવનાર ઐતિહાસિક ઝૂલતો પુલ સમારકામ પછી ફરીથી ખુલ્લો મૂકાયાનાં થોડા જ દિવસમાં તૂટી પડયો અને અનેક માનવજિંદગી કાળની ગર્તામાં જતી રહી. ત્યારે માળિયા ફાટક નજીક આવેલા કાંતિનગર વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોના એકસાથે જનાજા નિકળતા અને અંતીમવિધી સમયે પરિવારજનો સહિત વિસ્તારનાં લોકો હિંબકે ચઢ્યા હતા અને આક્રંદભર્યા દૃશ્યો જોવા મળ્યા હતા.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મળ્યા ફાટક નજીક કાંતિનગર વિસ્તારમાં રહેતા જુમાભાઈ સાજણભાઈ માજોઠી ઉમર ૩૩ તેમના ધર્મ પત્ની રેશ્માબેન જુમાભાઈ માજોઠી ઉંમર વર્ષ 30 તથા પુત્ર ફેજાન જુમ્માભાઈ માજોઠી પુત્રી ગુડિયા જુમાભાઈ માજોઠી સાથે ઝૂલતા પુલમાં ફરવા ગયા હતા. આજે તેમના ઘરે તેમની બેન સગાઈ હોય તેને લઈને પરિવારજનો એક સાથે એકઠા થયા હતા ત્યારે પરિવાર સાથે ઝુલતાની પુલની મજા માણવા ગયા હતા. પરિવારને ક્યાં ખબર હતી. આ તેમનો છેલ્લો પ્રવાસ છે.

સાંજના સમયે અન્ય સહેલાણીઓની જેમ તેઓ માંજોઠી પરિવાર પણ ઝુલતા પુલ પર ફરી રહ્યો હતો.એ સમયે અચાનક દુઘટના સર્જાઈ અને સમૂળગો માજોઠી પરિવાર નદીમાં પડી ગયો હતો. આ દુર્ઘટના બાદ જુમાભાઈ સાજણભાઈ માજોઠીના સાસુ બહાર નીકળી જતા તેઓ બચી ગયા હતા જયારે બે સંતાનો અને તેમની પત્નીનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. જયારે મૃતદેહ ઘરમાં આવ્યા ત્યારે પરિવારજનો હૈયાફાટ રુદન કરતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...