દિવ્યાંગોની નેત્રદીપક કામગીરીની સરાહના:મોરબીના ચાર દિવ્યાંગજનોએ રાજ્ય કક્ષાનો દિવ્યાંગ પારિતોષિક જીતી ગુજરાતમાં ડંકો વગાડ્યો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દિવ્યાંગજનોની નોંધપાત્ર કામગીરી માટે સરકાર દ્વારા દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા-મૂંગા, અપંગ તેમજ રક્તપિત્ત જેવી દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો અને તેમને કામ પર રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસરનો સમાવેશ થાય છે. જેમાં મોરબી જિલ્લાના ચાર દિવ્યાંગજનોને તેમની નેત્રદીપક કામગીરીને રાજ્યકક્ષાના મંત્રીઓએ પારિતોષિક પ્રદાન કરીને બિરદાવી હતી.

દિવ્યાંગ હોવા છતાં પોતાની ખામીને ખૂબીઓમાં પરિવર્તીત કરી પોતાના કર્મને જ ધર્મ માની પોતાના વ્યવસાય પ્રત્યે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ દાખવીને નિષ્ઠાપૂર્વકે કામ કરતા કર્મચારીઓની કેટેગરીમાં વાંકાનેરના આશિષ અરવિંદભાઈ મોરણીયા, રાજપરના દિનેશભાઈ મોહનભાઈ ભેંસદડીયા, મોરબીના બાવરવા હસમુખભાઈ જીવનભાઈ અને હળવદના રંગડીયા જયેશ નાથાભાઈએ તેમના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. જેને પગલે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે વિધાનસભા ડો. નિમાબેન આચાર્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા શ્રમ કૌશલ્ય અને રોજગાર વિભાગના અગ્ર સચિવ અંજુબેન શર્મા અને નિયામકની પ્રેરક ઉપસ્થિતમાં તેમને રાજ્યકક્ષાનો દિવ્યાંગ પારિતોષિક એનાયત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...