તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:દબાણકારોને ટપારતા ચારનો સરપંચ પર હુમલો

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી તાલુકાના ચકમપર ગામનો બનાવ

મોરબીના ચકમપર ગામમાં ગૌચર જમીનમાં દબાણ કરવા તેમજ ત્યાંથી પસાર થતી પાઇપ લાઈનમાં ભંગાણ કરતા શખ્સને ગામના સરપંચે ટપારતા ચાર ઇસમોએ સરપંચ સાથે ઝઘડો કરીને ધારિયા વડે મારવા દોડીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગામની ગૌચર જમીનમાં કેટલાક શખ્સે દબાણ કર્યું હતું આરોપીઓ ત્યાંથી ન અટકતા જમીનમાંથી પસાર થતી પાણીની પાઈપલાઈન તોડી નાખતા ગામના સરપંચ પરષોતમભાઈ કાલરીયા પર જયંતીલાલ ભીખાભાઈ દારોદરા નામનો આરોપી ધારિયા વડે મારવા દોડી તેમજ આરોપી સંજય જયંતી દારોદરા, મુની જયંતી દારોદરા અને જયંતીલાલની પત્ની સહિતનાઓએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે આ અંગે સરપચે જયંતીલાલ ભીખાભાઈ દારોદરા, સંજય જયંતીલાલ દારોદરા, મુનો જયંતીલાલ દરોદરા અને જયંતીલાલની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...