જુગારની સીઝન જામી:વાંકાનેરના ભીમગુડા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા, પોલીસની રેડમાં ત્રણ ફરાર

મોરબી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 56,800 ના મુદ્દામાલ જપ્ત કર્યો​​​​

વાંકાનેર પંથકમાં જુગારની મોસમ જામી હોય તેમ જુગારીઓ ગમે ત્યાં જાહેરમાં બેસીને જુગાર રમતા હોય છે. ત્યારે તાલુકાના ભીમગુડા ગામે પોલીસે રેડ કરી હતી. જેમાં ચાર જુગારીઓને રોકડ રકમ, મોબાઈલ અને બાઈક સહીત 56,800 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા, તો ત્રણ ઈસમો નાસી ગયા હતા.

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન ભીમગુડા ગામે શંકર ભગવાન મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા દશરથ તેજા વિંજવાડિયા, ગોરધન શામજી વિંજવાડિયા, પ્રવીણ તેજા વિંજવાડિયા, ભૂપત તરશી રાતોજા એમ ચાર ઇસમોને ઝડપી લઈને રોકડ રકમ રૂ 11.300, 4મોબાઈલ કીંમત રૂ 15,500 અને મોટર સાયકલ કીમત રૂ 30,000 મળીને કુલ રૂ 56,800 નો મુદામાલ જપ્ત કર્યો છે. તો રેડ દરમિયાન આરોપી પ્રવીણ રણછોડ કોળી, પરબત લખમણ કોળી અને અજય ભરત કોળી રહે બધા ભીમગુડા તા. વાંકાનેર વાળા નાસી ગયા હોય જેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

અન્ય સમાચારો પણ છે...