આત્મવિશ્વાસ:મોરબીના વેપારી સતત બે મહિના સુધી કોરોના સામે અને બાદમાં મ્યુકર સામે લડ્યા, અંતે બીમારીને માત આપી

મોરબી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સંજયભાઈને ડાયાબિટિસની તકલીફ જ નહોતી પરંતુ કોરોનાની સારવાર બાદ સુગર લેવલ વધી ગયું અને મ્યુકરનો ભોગ બન્યા. - Divya Bhaskar
સંજયભાઈને ડાયાબિટિસની તકલીફ જ નહોતી પરંતુ કોરોનાની સારવાર બાદ સુગર લેવલ વધી ગયું અને મ્યુકરનો ભોગ બન્યા.
  • મોરબીના વેપારીને કોરોના સંક્રમણ લાગ્યાના ત્રીજા જ દિવસે મ્યુકરનો ચેપ લાગ્યો હતો

મોરબીના એક યુવાનને કોરોના સામે દસ દિવસ સુધી લડીને સાજા થઇને બહાર આવ્યા બાદ માત્ર ત્રણ જ દિવસમાં મ્યુકર સામે લડત આપવાની આવી હતી અને બાદમાં આ લડાઇ નાની સૂની નહીં, બે મહિના અને છ દિવસ ચાલી હતી પરંતુ તેઓ હિંમત હાર્યા ન હતા અને બંને બીમારીને માત આપી હતી.

મોરબીમાં સિરામિક રો મટીરીયલ્સનો વેપાર કરતા સંજયભાઈ ચકુભાઈ વિઠલાપરા ઉમર વર્ષ 38 ગત તારીખ 20 માર્ચે ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો હતો. બીજા દિવસે તબિયત લથડતા તેમને મોરબીની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ વધુ હાલત બગડતા તેમને કડી સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં એક સપ્તાહના રોકાણ બાદ તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આ દરમિયાન સંજયભાઈનું ઓક્સિજન લેવલ 84 થી 85 રહેતુ હતું. ઘરે આવ્યા અને ત્રીજા દિવસે સંજયભાઈની આંખમાં સોજો આવી ગયો હતો, પરંતુ પવન લાગવાના કારણે થયું હોવાનું માનીને તેમણે કોઈ સારવાર કરાવી નહીં ત્યારબાદ પાંચ દિવસ પછી દાંતમાં દુખાવો થતાં તેમણે એક ડેન્ટિસ્ટને બતાવ્યું હતું જેમણે દાંતમાં રસી થયાનું કહીને દવા આપી હતી પાંચ દિવસ બાદ પણ દુખાવો વધતો જતાં તેમણે બીજા ડેન્ટીસ્ટની સારવાર લીધી જેમણે પણ સંજયભાઈની એક દાઢ કાઢી અને બાકીની દાઢમાં રસી હોવાનું કહી દવાઓ આપી વધુ ચાર દિવસ બાદ પણ ફેર ન પડતા તેમણે રાજકોટ એમ.આર.આઈ અને સીટી સ્કેન કરાવ્યા હતા, પરંતુ તેમ છતાં ડોક્ટર નિદાન ન કરી શકતા તેઓ બીજા ઇએનટી સર્જન પાસે ગયા હતા તેમણે બ્લેક ફંગસ હોવાનું નિદાન કરી રાજકોટ ઓપરેશન કરાવવાનું કહ્યું હતું. રાજકોટ ગયા બાદ પણ ત્યાં જગ્યા ન મળતાં બીજા દિવસે દાખલ થયા હતા જયાં નાક તથા જડબાનું ઓપરેશન કરાયું હતું અને એકવીસ દિવસ સુધી ઇન્જેક્શનો અપાયા હતા આ બંને બીમારીનો ૬૭ દિવસ સુધી સામનો કર્યા બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે.

ડાયાબિટિસ હતું નહીં, કોરોના બાદ આવ્યું, આઠ દાંત કઢાવવા પડ્યા
સંજયભાઈને ડાયાબિટિસની તકલીફ જ નહોતી પરંતુ કોરોનાની સારવાર બાદ સુગર લેવલ વધી ગયું અને મ્યુકરનો ભોગ બન્યા. જો કે અત્યારે બંને બીમારીમાંથી સ્વસ્થ થઇ જતા ફરીથી સુગર લેવલ નોર્મલ થઈ ગયું છે. જો કે આ બીમારીમાં તેમણે પોતાના જડબાની ઉપરની બાજુના આઠ દાંત કઢાવવા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...