• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Forms Of 50 Candidates Accepted After Verification On Three Morbi Seats; 30 Forms Which Were Multiple, Dummy And Defective Were Cancelled

વિધાનસભા ચૂંટણી-2022:મોરબીની ત્રણ બેઠકો પર ચકાસણી બાદ 50 ઉમેદવારોના ફોર્મ સ્વીકારાયા; એકથી વધુ, ડમી અને ક્ષતિ રહી હોય તેવા ૩૦ ફોર્મ રદ કરાયા

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોરબી જીલ્લામાં આવતી 65 મોરબી-માળિયા, 66 ટંકારા-પડધરી અને 67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક માટે કુલ 80 ફોર્મ ભરવામાં આવ્યાં હતા. જેમાં આજે ફોર્મ ચકાસણી થતા કુલ 30 ફોર્મ રદ થતા હવે 50 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં જોવા મળશે.

હજુ ફોર્મ પરત ખેંચવા સહિતની કાર્યવાહી બાકી
ઉમેદવારોએ એકથી વધુ ફોર્મ ભર્યા હોય, ડમી ફોર્મ અને ફોર્મમાં ક્ષતિ રહી ગઈ હોય તેવા જીલ્લામાં કુલ મળીને ૩૦ ફોર્મ રદ થયા છે. જેથી હવે મોરબી બેઠક પર 26 ઉમેદવારો, ટંકારા બેઠક પર 7 ઉમેદવારો અને વાંકાનેર બેઠક પર 17 મળીને કુલ 50 ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. જોકે હજુ ફોર્મ પરત ખેંચવા સહિતની કાર્યવાહી બાકી છે. જેથી ફોર્મ પરત ખેંચાઈ ગયા બાદ જ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...