તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓક્સિજન પાર્ક નિર્માણ:મોરબી જિલ્લામાં વનવિભાગે 8.75 લાખ રોપાનું વિતરણ કર્યું

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સિજન વન બનાવીને લોકોમાં વૃક્ષોના વાવેતર અને જતન માટે જાગૃતિ લાવવા પ્રયાસ

મોરબી જિલ્લામાં કોરોનાને પગલે ઓક્સિજનની ખૂબ જ અછત ઊભી થઈ હતી, જેના કારણે લોકોમાં વૃક્ષોના વાવેતર માટે જાગૃતિ જોવા મળી રહી છે જેને પહોંચી વળવા માટે વનવિભાગ પણ સજ્જ છે અને સાડા સાત લાખ રોપાઓનું વિતરણ તથા સવા લાખ રોપાઓનું વાવેતર કરાશે. જેથી કરીને ચોમાસા સુધીમાં વાવેતર પૂર્ણ થઇ જાય અને ઉછેર સારી રીતે થઇ શકે.

વરસાદ પર્યાવરણ અને ઓક્સિજન માટે વૃક્ષો ખૂબ જરૂરી છે વૃક્ષોનું વાવેતર અને ઉછેર થાય તે અનિવાર્ય છે એક તરફ ઔદ્યોગિક અને રહેણાંક વસાહતોને માટે જંગલો તથા વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે તો બીજી તરફ કોરોનામાં ઓક્સિજનની કમી બાદ લોકોને વૃક્ષોનું મહત્વ સમજાયુ છે. જેથી લોકોને આ વર્ષે વૃક્ષોનું વાવેતર કરવાની ખુદ પ્રેરણા મળી રહી છે અને વાવેતર પણ વધી રહ્યું છે. ચાલુ વર્ષે ફોરેસ્ટ વિભાગની ગણતરી મુજબ 7.59 લાખ રોપાઓનું મોરબી જિલ્લાની વિવિધ નર્સરીઓ દ્વારા વિતરણ કરાશે તથા 1.22 લાખ રોપાનું વાવેતર કરાશે.

આ અંગે આર.એફ.ઓ રોજાસરાના જણાવ્યાનુસાર લોકો ઘર બગીચા ખેતરો સાર્વજનિક જગ્યાએ શાળા કારખાના તથા ધાર્મિક જગ્યા પર વાવેતર કરી રહ્યા છે. ગ્રામજનો દ્વારા જિલ્લામાં અત્યાર સુધીમાં 10 ઓક્સિજન પાર્ક બનાવ્યા છે આ માટે વ્યક્તિગત, સંસ્થા કે મંડળો દ્વારા વાવેતર થઇ રહ્યું છે જેમને વનવિભાગ પૂરતી મદદ આપશે.

500 રોપાનું વાવેતર કરી શ્રદ્ધાંજલિ
મોરબીના સેવભાવી યુવાન ધવલની આજે પ્રથમ પુણ્યતિથિ હતી. આ નિમીતે તેમના પરિવાર મિત્રો લાયન્સ ક્લબ ઓફ નજરબાગ અને ઇડન ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સનાળા રોડ પર આવેલા જીઆઇડીસીના નાકાથી છાત્રાલય રોડ સુધીના ડિવાઇડરમાં 500થી વધુ રોપાનું વાવેતર ચાલુ કરાયું છે. આ વાવેતર આગામી એક સપ્તાહમાં પૂરું કરવામાં આવશે ત્યારબાદ ચિત્રકૂટ સોસાયટી દ્વારા નગરપાલિકાના સહયોગથી આ રોપાઓનો ઉછેર કરવામાં આવશે.

મોરબીમાં તાલુકા વાઇઝ રોપાનું વિતરણ કરાયું

તાલુકોનર્સરીરોપા વિતરણ
મોરબીધરમપુર1.79 લાખ
માળિયામોટા દહીસરા52 હજાર
વાંકાનેરવરડુસર86 હજાર
વાંકાનેરપંચાસર9 હજાર
હળવદરાતકડી1.76 લાખ
ટંકારામીતાણા1.76 લાખ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...