• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Foreign Workers Living In Morbi Will Have No Problem Staying And Eating, Hostels Will Be Set Up At Two Places In The City

સુવિધા:મોરબીમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોને રહેવા, જમવાની તકલીફ નહીં પડે, શહેરમાં બે સ્થળે હોસ્ટેલ બનશે

મોરબી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રિયલ હાઉસિંગ આવાસ (મસીહા) યોજનામાં મોરબીનો સમાવેશ
  • મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા મહેન્દ્રનગર અને મકનસરમાં શ્રમિકો માટે બનશે ખાસ સુવિધા

સિરામીક નગરી મોરબીમાં 3 લાખથી વધુ પરપ્રાંતિય મજૂર અલગ અલગ સિરામીક ફેક્ટરી તેમજ બાંધકામ સાઇટ પર ખાસ મજૂરી કરવા આવે છે અને એ રીતે પરિવારનું ગુજરાન ચલાવે છે. આમાંથી ખૂબ મોટી સંખ્યામાં મજૂર જાહેર રોડ પર તેમજ અલગ અલગ જગ્યાએ ખુલ્લા પ્લોટમાં ઝૂંપડામાં રહેતા હોય છે.આવા ખુલ્લામાં રહેતા લોકોને રાહત દરે ભાડાથી મકાન મળી રહે તેમજ જમવાની વ્યવસ્થા થઈ શકે તે માટે રાજય સરકારના ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રિયલ હાઉસિંગ આવાસ (મસીહા) યોજના શરૂ કરવામાં આવી છે.

આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના થકી ઔદ્યોગિક શ્રમયોગીઓને રાહત દરે ભાડેથી રહેવા તથા જમવાની સુવિધા પુરી પાડવામાં આવશે. મસીહા યોજનાથી શ્રમજીવીઓને ઔદ્યોગિક વસાહત ખાતે જ રહેવા તથા જમવાની વ્યવસ્થા થતાં જવા-આવવાના સમય તથા ભાડા ખર્ચમાં બચત, શિફ્ટમાં કામ દરમિયાન ભોજન મેળવવાની સરળતા તથા અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેથી શ્રમયોગીઓના માસિક ખર્ચમાં અંદાજે ૫૦ ટકા સુધીનો ઘટાડો થશે.

આ યોજનાની મોરબી જિલ્લામાં સુચારુ રીતે અમલવારી થાય તે અંગે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડ ખાતે મોરબીના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં PPP પાર્ટનરને 30 વર્ષ માટે ટોકન દરે જમીનની ફાળવણી, બાંધકામ કિંમતના 30 ટકા સબસીડી, રહેણાંક દરે વિજળીની સુવિધા આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હોવાથી મોરબી જિલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં મસીહા યોજના અંતર્ગતની સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે બેઠકમાં મોરબી સિરામીક એસોસીએશનના વિવિધ હોદ્દેદારો સાથે આગામી સમયમાં મકનસર અને મહેન્દ્રનગર વિસ્તારોમાં જમીન પસંદગી કરીને મસીહા યોજના અંતર્ગત હોસ્ટેલ શરૂ કરવાની પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજયમંત્રી બ્રીજેશ મેરજા ની અધ્યક્ષતમાં બેઠક મળી હતી. જેમાં ગાંધીનગરથી એચ.ડી. રાહુલ વેલફેર કમીશનર, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ ઉપસ્થિત રહી બેઠકમાં હાજર રહેલ વિવિધ એસોસિએશનના હોદ્દેદારોને યોજના વિશે વિગતવાર માહિતી આપી હતી. અને મોરબીમાં યોજના શરૂ કરવા અંગે વિવિધ મુદ્દે વિષદ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...