તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેપારીઓમાં ઉમંગનો રંગ ઓસર્યો:મોરબીમાં સતત બીજા વર્ષે કોરોનાએ ધુળેટીની મજા બગાડતા ખરીદી જ ન નીકળી

મોરબી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પિચકારીઓ પડી રહેશે : વેપારીઓમાં ઉમંગનો રંગ ઓસર્યો

કોરોના મહામારીને પગલે વિશ્વભરમાં છેલ્લા બે વર્ષથી તમામ પ્રકારના તહેવારોની ઉજવણી પર રોક લાગી ગઈ છે.અને તેના કારણે સીઝન સ્ટોરનો વ્યવસાય કરતા ધંધાર્થીઓના વ્યસાયની માઠી અસર પડી છે. રંગોના પર્વ હોળી નધુળેટીની ઉજવણી પણ કોરોનાને પગલે સાવ નીરસ થઈ ચૂકી છે., કલર, પિચકારી સહિતના હોલસેલના વેપારીઓએ અગાઉથી ધુળેટી પર્વને ધ્યાને લઈને લાખોનો માલ સ્ટોક કરી દીધો હતો.

અંદાજે કલર, પિચકારી સહિતનો લાખોનો કિંમતની પિચકારી, રંગ અને અન્ય નાની મોટી ચીજો મોરબીની બજારોમાં અગાઉથી જ હોલસેલરો પાસે આવી ગયો છે વેપારીઓએ જ્યારે ઓર્ડર લખવ્યો ત્યારે કોરોનાનું નામો નિશાન ન હતું જોકે ગણતરીના દિવસમાં જે રીતે કોરોનાએ માથું ઊંચક્યું તેના કારણે વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું સરકારની નવી ગાઈડલાઈન અમલી થવાથી આ વેપારીઓને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

મોરબીની બજારોમાં હોળી-ધુળેટી નિમિતે જે ધૂમ ખરીદીનો માહોલ હોવો જોઈએ એના બદલે બજારમાં કાગડા ઉડી રહ્યા છે. શહેરના મુખ્ય હોલસેલ વેપારીઓ અને તેની પાસેથી ખરીદી કરતા નાના વેપારીઓ છૂટક વસ્તુઓના વેપારીઓ કલર અને પિચકારી સહિતના માલનું વેચાણ કરે છે. ગત વર્ષે લોકડાઉન અને આ વર્ષે જાહેરમાં ઉજવણીનો પ્રતિબંધ આવતા વેપારીઓને મોટી આર્થિક ખોટ સહન કરવી પડે એમ છે. આ વર્ષે ધુળેટીનો રંગ ફિક્કો પડી ગયો છે. જો કે હાલમાં બજારમાં બહુ જ ઓછી ખરીદીનો માહોલ છે.

પિચકારી 7 રૂપિયાથી માંડીને રૂ.500 સુધીના ભાવે મળે છે. મટોડીના રંગ ઉપર પાંબધી હોય હર્બલ કલર બજારમાં ઉપલબ્ધ છે.એનો સ્ટોક ભરપૂર છે. પણ ખરીદીનો માહોલ જ ન હોય વેપારીઓ નવરસઘુપ જોવા મળે છે. જોકે હોળીમાં ખજૂર, ધાણી, દાળિયા, પતાસા, હારડા ,ટોપરું વગેરે આરોગવાનું મહત્વ હોવાથી આ વસ્તુઓ બજારમાં જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો