તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘવર્ષા:મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘાનો મુકામ, ઝાપટાંથી માર્ગો ભીંજાયા

મોરબી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી, માળિયા, વાંકાનેર તેમજ ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ઝાપટાં વરસ્યા

મોરબી જિલ્લામાં સોમવારે વરસેલા અડધાથી સાડા ત્રણ ઇંચ વરસાદ બાદ બીજા દિવસે મેઘરાજાનુ જોર ઘટયું હતું. દિવસ દરમિયાન વાદળોની અવર જવર વચ્ચે સાંજના સમયે મોરબી શહેરમાં ફરી મેઘસવારી આવી પહોંચી હતી અને અડધી કલાકના સમયમાં 9 મિમી વરસાદ વરસી ગયો હતો.જેના કારણે વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી. અને ગરમીમાંથી રાહત મળી હતી.

માળીયા પણ મંગળવારે મેઘસવારી આવી પહોંચી હતી અને ગણતરીની મીનીટોમાં 6 મિમી વરસાદ વરસી ગયો હતો. મોરબી માળીયા ઉપરાંત વાંકાનેર અને ટંકારા પંથકના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝાપટું વરસી ગયુ હતું.

કોઠારિયા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત
મોરબી જિલ્લામાં સોમવારે મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો અને વાંકાનેરના કોઠારીયા ગામે વીજળી પડતા ભેંસનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની વધુમાં જાણવા મળતી વિગતો અનુસાર વાંકાનેરના કોઠારીયા ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા દિલીપભાઈ મકવાણા પોતાની વાડીએ પશુઓને રાખે છે.દરમ્યાન ગઈકાલે મોડી સાંજે વરસાદ સાથે વીજળી ત્રાટકતા વાડીએ રહેલી એક ભેંસનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે બીજી ભેંસ બેભાન થઈ ગઈ હતી.પરંતુ આ ભેંસ થોડા વારમાં ઉભી થઇ જતા તેનો જીવ બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...