તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયદાકીય રક્ષણ:મોરબી જિલ્લામાં પ્રથમવાર ત્રણ ટ્રાન્સજેન્ડરને ઓળખપત્ર અપાયા

મોરબી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકાર દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના કલ્યાણ માટે તેમની ઓળખ આપવા તેમજ આવી વ્યક્તિના શિક્ષણ, સામાજિક સલામતી અને આરોગ્યની સુવિધાઓ પુરી પાડવા તેમજ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ પર થતા અપરાધો સામે સજા અને દંડની જોગવાઇઓ કરી કાયદાકીય રક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. સમાજમાં સ્ત્રી પુરુષ વચ્ચે વસવાટ કરતા ટ્રાન્સજેન્ડર પણ સૌ લોકો વચ્ચે જોડાઈ શકે, તેઓને પણ સમાન અધિકાર મળી શકે તે માટે રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડર એકટ પ્રોટેકશન ઓફ રાઇટ્સ- 2019 બહાર પાડયો હતો.

આ કાયદા અંતર્ગત રાજ્યમાં વસતા ટ્રાન્સજેન્ડરના હકો અને અધિકારોનું રક્ષણ કરવાનો મૂળ ઉદ્દેશ છે. આ કાયદા અન્વયે ટ્રાન્સજેન્ડરને તેઓનું જાતિ અંગેનું વિશેષ ઓળખપત્ર જિલ્લા કલેકટર દ્વારા ઇસ્યૂ કરવામાં આવે છે. જેથી આ વર્ગ પણ સરકારની મહત્વની યોજનાઓનો લાભ મેળવી શકે.મોરબી જિલ્લામાં આ કાયદા હેઠળ 3 જેટલા ટ્રાન્સજેન્ડરને કલેક્ટર જે.બી. પટેલના હસ્તે ઓળખપત્ર એનાયત કર્યા હતા. આ ઓળખપત્ર દ્વારા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ સહિતના અન્ય દસ્તાવેજો સરળતાથી મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...