તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:રાજપર નજીક એરોડ્રામની કમ્પાઉન્ડ વોલ માટે રૂ. 7 કરોડના ટેન્ડરને મંજૂરી

મોરબી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જંગલ કાપીને જમીન સમથળ કરવાની ચાલતી કામગીરી

ઔદ્યોગિક નગરી મોરબીને એર લાઈન્સ કનેક્ટિવિટીથી જોડવા વર્ષોથી માંગણી થતી હતી.વેપારીઓ ઉધોગકારોને ડોમેસ્ટિક કે ફલાઇટ માટે રાજકોટ જ્યારે ઈન્ટરનેશનલ ફલાઇટ માટે અમદાવાદ જવું પડે છે.આઝાદી પહેલા રાજાશાહી વખતથી અહીં ધમધમતા એરપોર્ટને સરકારે હવે પુનઃ જીવિત કરી વિમાની સેવા આપવા મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભામાં અનેક વખત માંગણી કરી હતી તે દિશામાં ગુજરાત સરકારે રાજાશાહી વખતના જૂના એરોડ્રામને ફરી ડેવલપ કરવા અને તેને વહેલી તકે ધમધમતુ કરવા રૂ. 40 કરોડ મંજૂર કર્યા છે, જે યોજનાના ભાગરૂપે એરપોર્ટ માટે પ્રથમ તબક્કામાં કમ્પાઉન્ડ વોલ માટે રૂ 7 કરોડના ટેન્ડરને મંજૂરી મળી ગઈ છે અને એજન્સી પણ નક્કી કરી દેવાઈ છે.

હાલ જંગલ કટિંગ થઇ રહ્યું છે ત્યાં તાકીદે બાંધકામ હાથ ધરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માર્ગ-મકાન વિભાગના સ્થાનિક ઈજનેરોને તાકીદ કરી વિના વિલંબે મોરબીને એરપોર્ટ સુવિધા મળે તે માટે સુચના આપી છે. જો કે 2022 સુધીમાં રાજપર ખાતે એરપોર્ટ ધમધમતું થઇ જશે તેવી જે તે સમયે જાહેરાત કરવામાં આવી હતી અને તેના પગલે વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ખુશીની લાગણી ફરી વળી હતી.

અન્ય સમાચારો પણ છે...