તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફૂડ પોઇઝનિંગ:માળિયાના ખાખરેચી ગામમાં 10થી વધુ લોકોને પ્રસંગમાં ભોજન બાદ આડઅસર થઈ, હોસ્પિટલમાં બેડ ખૂટતા ફૂટપાથ પર દર્દીઓને બાટલા ચડાવ્યાં

મોરબી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખાખચેરીમાં દવાખાના બહાર ફૂટપાથ પર દર્દીઓને બાટલા ચડાવ્યા - Divya Bhaskar
ખાખચેરીમાં દવાખાના બહાર ફૂટપાથ પર દર્દીઓને બાટલા ચડાવ્યા
  • મોરબી જિલ્લામાં કોરોના સાથે અન્ય સિઝનલ ફલૂ બીમારીઓએ પણ માઝા મૂકી
  • ખાનગી ક્લિનિકમાં લાંબી કતારો લાગી, 10થી વધુ લોકોને પ્રસંગમાં ભોજન બાદ આડઅસર થઈ

મોરબી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે લોકોને ટેસ્ટ કીટ અને બેડ મળતા નથી તેવી ફરિયાદ મળી રહી છે તો બીજી તરફ વાયરલ ફલૂ અને અન્ય પાણી જન્ય બીમારીએ પણ જાણે માજા મૂકી બેવડો માર મારવાનું નકકી કર્યું હોય તેવી સ્થિતિ બની ગઈ છે. મોરબીના સીરામીક ફેકટરીના શેડમાં દર્દીઓને ખુલ્લામાં સારવાર લેવાનો વીડિયો વહેતો થયા બાદ વધુ એક વીડિયો માળિયા તાલુકાના ખાખરેચી ગામમાંથી સામે આવ્યો છે.

તંત્રનો સ્થિતિ કાબૂમાં હોવાનો દાવો
અહીં આવેલા એક ખાનગી ક્લિનિકમાં ઝાડા ઉલટીના દર્દી સારવાર માટે ગયા હતા. જો કે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા અગાઉથી ઘણી વધારે હોવાથી તેઓને હોસ્પિટલમાં ગ્લૂકોઝ બોટલ મળી શકે તેમ ન હોવાથી ક્લિનિક બહાર ખાલી જગ્યામાં બોટલ ચઢાવવી પડી હતી. વીડિયોમાં એક બે નહિ પણ 8થી 10 દર્દીને આ રીતે જાહેરમાં બોટલ ચઢાવવા પડ્યા હતા. મોરબી જિલ્લામાં એક મહિનાથી બીમારીઓએ વરવું સ્વરુપ ધારણ કરી લીધું હોવા છતાં તંત્ર સમગ્ર સ્થિતિ કાબુમાં હોવાના દાવો કરી રહ્યું છે. પ્રજા તંત્રની વાત કરતા અધિકારી અને પદાધિકારીઓ જ્યારે પ્રજાને સાચી જરૂર છે ત્યારે જ ગુમ થઈ જતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

ફૂડ પોઇઝનિંગથી ઝાડા ઊલટી થયાં
વાયરલ થયેલ વીડિયો મારી ક્લિનિકનો છે.આસપાસ વિસ્તારમાં કોઈ પ્રસંગમાં જમણવાર યોજયો હતો જેમાંથી લગભગ 10થી 12 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ઝાડા ઉલટી થવા લાગતા મારી ક્લિનિકમાં સારવાર માટે આવ્યા હતા તેઓને પ્રાથમિક સારવાર આપી હતી અને જરૂર લાગે તો સીવીલ હોસ્પિટલમાં બતાવવા સૂચન કર્યું હતું.- ડો.રિતેશ જાની

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો