જળાશયોનો જળવૈભવ:ફોફળ, ભાદર 2 , સેતુબંધ ડેમ ઓવરફ્લો, વેરી તળાવ છલકાવાને આરે

મોરબી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેરી તળાવ - Divya Bhaskar
વેરી તળાવ

અષાઢની અવિરત મેઘધારાઓ ઝીલીને સૌરાષ્ટ્રના જળાશયો કે જે એક સપ્તાહ પહેલાં ખાલીખમ ભાસતા હતા તેમાં રાતોરાત જળવૈભવ હિલોળા લેતો થઇ ગયો. કુદરતી મહેરના પગલે રાજકોટ અને મોરબીના નદી, નાળાં, ચેકડેમ, તેમજ ડેમોમાં નવા ધીંગા નીરની આવક થઇ છે. ખાસ કરીને ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ભરાઇ જવા આવ્યું છે અને છલકાવામાં માત્ર એક જ ફુટનું છેટું રહ્યું છે. 75 દરવાજા ધરાવતું આ તળાવ ગમે ત્યારે છલકાઇ શકે છે. 10.5 ફુટની ઉંડાઇ અને 162 એમસીએફટી પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતું આ તળાવ ગોંડલ માટે પાણીનું મોટું સ્ત્રોત છે.

સેતુબંધ ડેમ
સેતુબંધ ડેમ

બીજી તરફ શહેરનો સેતુબંધ ડેમ ઉપરવાસના ભારે વરસાદના લીધે ઓવર ફ્લો થયો છે. જે નયનરમ્ય દ્રશ્ય નજરમાં ભરી લેવા ડેમસાઇટ પર લોકો ઉમટ્યા હતા. બીજી તરફ ધોરાજીનો ભાદર 2 ડેમ ઓવરફ્લો થયો છે અને તેનો એક દરવાજો અડધો ફુટ ખોલી દેવાયો છે. આ ડેમની સપાટી રૂલ લેવલે 52.50 છે, જે ભરાઇ જતાં સિંચાઇ વિભાગે નીચાણવાળા વિસ્તારો જેમ કે સુપેડી, ભોળા, યાણી,ચીખલિયા સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે.

ભાદર-2 ડેમ
ભાદર-2 ડેમ
ફોફળ ડેમ
ફોફળ ડેમ

ધોરાજી પાસેનો જ અન્ય એક ડેમ ફોફળ પણ ઓવરફ્લો થઇ ગયો છે. ધોરાજી અને જામકંડોરણાને પીવાનું પાણી પુરુ પાડતા દુધીવદર ગામે આવેલા ફોફળ 1 ડેમએ 25.50 ફુટની જળ સપાટી પાર કરી દીધી છે. આથી ડેમના નીચાણવાળા વિસ્તારના દુધીવદર, તરવડા, ઇશ્વરીયા ગામના લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...