મોરબીના વજેપરમાં આવેલી એક મહિલાની જમીન તેમની જાણ બહાર પચાવી પાડવા અને બોગસ આધારકાર્ડની મદદ લઇ તેને બારોબાર વેચી મારીને 3.5 કરોડ જેવી માતબર રકમ એકઠી કરી લેવાના કેસમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા જેની અવધિ પૂર્ણ થતાં તેમને જેલમાં ધકેલાયા હતા.
વજેપરમાં કાંતાબેન કણઝારીયા નામની મહિલાની જમીન પચાવી પાડવા અને બારોબાર વેચી નાખવા આરોપી અંબારામભાઈ ડાયાભાઇ બાવરવા નામના શખ્સે કાવતરું રુચી સવિતાબેન ભગવનજી નકુમ તેના બે દીકરા પિન્ટુ ભગવાનજી નકુમ,અલ્પેશ ભગવાનજીને કાંતાબેન અને તેના પુત્ર તરીકે ગણાવી બોગસ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજ રજૂ કરી જમીનનો સોદો કરી લીધો હતો અને ભગવાનજીભાઈ દેત્રોજાને જમીન વેચવાના સોદાખત બનાવી લીધા હતા.અને તેના માટે ટુકડે ટુકડે રૂ.3.5 કરોડ જેટલી માતબર રકમ પણ લઇ લીધી હતી.
જો કે સમગ્ર ભાંડો ફુટતા ભગવાનજીભાઈ એ જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ બનાવમાં પોલીસે પ્રથમ પિન્ટુ ભગવનજી નકુમ,અલ્પેશ ભગવાનજી નકુમ તેમજ મુખ્ય સૂત્રધાર અંબારામભાઈ ડાયાલાલ બાવરવાને ઝડપી લીધા હતા. હકાભાઈ ઉર્ફે હરેશ નારણ જાકાસણીયા તેમજ બોગસ આધારકાર્ડ બનાવનાર અશોક દામજી કાસુન્દ્રાને ઝડપી 17મી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. આ તમામના રિમાન્ડ પૂર્ણ થતાં આજે જેલ હવાલે કર્યા હતા.તો અન્ય બે આરોપી ચુનીલાલ મકનભાઈ અને સવિતાબેન ભગવાનજીભાઈ નકુમની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.