તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મોરબી જિલ્લામાં પાંચ કેસ પોઝિટિવ, 14 દર્દી ડિસ્ચાર્જ, શનિવારે કુલ 638 લોકોના સેમ્પલ લેવાયા

મોરબી9 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક સમય હતો કે જ્યારે મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધ્યુ હતું અને દૈનિક 100થી વધુ કેસ પોઝિટિવ આવતા હતા, અત્યારે પહેલા કરતા સ્થિતિ ઘણી સારી છે. શનીવારે જિલ્લામાં 638 કુલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 5 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 14 દર્દીઓ કોરોનાને મહાત આપીને ડિસ્ચાર્જ થયા છે.‌

‌ શનિવારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ હાલમાં 43 કેસ એક્ટિવ છે. મોરબી શહેરમાં 3 કેસ, ગ્રામ્યમાં 1 કેસ નોંધાયા છે. જ્યારે હળવદ ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 293525 લોકોના સેમ્પલ ટેસ્ટ થયા છે. જેમાંથી દર્દીઓ 6476 પોઝિટિવ આવ્યા છે. જ્યારે 6092 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જયારે 87 દર્દીઓ મ્રુત્યુ પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...