કાર્યવાહી:માળિયામિયાણાના વિદરકા ગામમાં જુગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરના શેઢે ટોર્ચના અજવાળે ચાલતી હતી રમત
  • પોલીસે 54 હજાર કબજે લઇ કાર્યવાહી કરી

માળિયા મિયાણાના વિરવિદરકા ગામની સીમમાં ખેતરના શેઢે કેટલાક શખ્સ ટોર્ચ લાઈટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી આધારે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા શખ્સોને ઝડપી લઈ રૂ. 54 હજાર રોકડા, બે ટોર્ચ સહિતનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથધરી હતી. મોરબીમાં જુગારનું દુષણ સતત વધી રહ્યું છે.

શેરી ગલીઓ, ખેતરમાં જુગારની રંગત જમાવતા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જરૂરી બન્યું છે ત્યારે માળીયાના વિરવિદરકાની સીમમાં ખેતરના શેઢે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા ગોવિંદસંગ ગઢવી, ક્રુપાલસંગ ગંભીરસંગ ગઢવી, ઈકબાલભાઇ ગનીભાઇ પાયક, સુરેશભાઇ ઠાકરશીભાઇ શંખેસરીયા, દાઉદભાઇ ઓસમાણભાઇ અગવાન અને રફીકભાઇ ગફુરભાઇ સંધવાણીનેઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂ. 54,000. રોકડ તેમજ 100ની કિંમતની બે ટોર્ચ પણ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...