અકસ્માત:નવલખી રોડ પર કારચાલકે રિક્ષાને ઠોકર મારતાં પાંચને ઇજા

મોરબીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારસવાર નાસી છૂટતા ગુનો દાખલ કરી શોધખોળ
  • રોકડિયા હનુમાન મંદિર નજીક બની હતી ઘટના

મોરબી તાલુકાના નવલખી રોડ પર રોકડીયા હનુમાન મંદિર નજીક કારના ચાલકે રિક્ષાને ઠોકર મારતા પેસેન્જર સહિતનાને ઈજા થઇ હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે. અકસ્માત સર્જ્યા બાદ કારનો ચાલક કારને રેઢી મૂકીને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સુધી લઇ જવાને બદલે કાર ત્યાં જ મૂકીને ફરાર થઇ જતાં પોલીસે ગુનો નોંધીને તેની ધરપકડ સહિતની તજવીજ હાથ ધરી છે.મોરબીના નવલખી રોડ પર રોકડીયા હનુમાન મંદિર નજીક જયેશભાઈ તેની સીએનજી રીક્ષા જીજે ૩૬ યુ ૩૩૭૨ લઈને મુસાફરો લઈને જતા હતા તે દરમિયાન મોટર કાર જીજે 01 કેબી 0073ના ચાલકે પાછળથી રિક્ષાને ઠોકર મારી હતી.

બનાવ વખતે કારની ઝડપ ખૂબ વધારે હોવાથી રીક્ષામાં સવાર શામજી સુરેશભાઈને માથામાં તથા પગમાં ગંભીર ઈજા પહોંચતા તેમજ અન્ય મુસાફર ગોવિંદભાઈને ડાબા પગમાં, અમિત વનુભાઈ, યોગેશ રામલાલ પડવીને માથામાં, રસીદ વિજયીસિંગને માથામાં તેમજ પગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ બાદ કારચાલક કાર ઘટના સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે રીક્ષા ચાલકના પિતા સુરેશભાઈ વસરામભાઈ પંસારાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...