• Gujarati News
  • Local
  • Gujarat
  • Morbi
  • Five Card Lovers Caught Playing Cards In Public; If You Get Rust After Buying A New Car? Know The Judgment Of The Consumer Protection Court

મોરબી ક્રાઇમ ન્યૂઝ:જાહેરમાં પત્તા ટીંચતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા; નવી કાર ખરીદ્યા બાદ કાટ લાગે તો? જાણો ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો

મોરબી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાહેરમાં પત્તા ટીંચતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા
મોરબી શહેરના રવાપર ચોકમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે 25,500ની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં શહેરના જીઆઈડીસી વિસ્તારમાં કારખાના પાછળથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લઈને ઈંગ્લીશ દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શનાળા જીઆઈડીસીમાં એસ.આર પેકેજીંગ કારખાના પાછળ અમુક ઈસમો ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી પોલીસે આરોપી પાર્થ મહેતા, મયુરભાઈ અને ભરતસિંહ જાડેજાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 24 કિંમત રૂ. 10,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો અન્ય આરોપી ઋષિરાજસિંહ જાડેજાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઈસમો ઝડપાયા
તો બીજા બનાવમાં મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રવાપર ચોકમાં હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પત્તા ટીંચતા નીરવ ગંદા, સુરેશ મિયાત્રા, હસમુખ મુંધવા, પ્રજ્ઞેશ ઉર્ફે રઘો ગોઠી અને નિર્મળ ભગવાન બરબસીયાને ઝડપી લઈને રોકડ રકમ રૂ. 25,500 જપ્ત કરી તમામ વિરુદ્ધ સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

નવી કાર ખરીદ્યા બાદ કાટ લાગે તો? જાણો ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો
ગુજરાતમાં મોટા ભાગનો મધ્યમવર્ગ વસે છે. જેમના માટે કારની ખરીદી કરવી એ સોના-ચાંદી ખરીદવા સમાન છે. ત્યારે નવી કાર ખરીદ્યા બાદ તેમાં કાટ લાગે તો કંપનીની ખામી ગણાય કે નહીં? આ અંગે ગ્રાહક સુરક્ષા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

આ અંગે માહિતી આપતા મોરબી શહેર / જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતાએ જણાવ્યું હતું કે, મોરબીના રમેશભાઇ પટેલે જય ગણેશ ઓટો કોર્પોરેશન પ્રાઇવેટ લીમીટેડ પાસેથી ઇનોવા કારની ખરીદી કરી હતી. માત્ર 3 મહિનામાં ઇનોવા કારમાં કાટ લાગવા માંડ્યો હતો. જેથી રમેશભાઈએ જય ગણેશ ઓટોની રાજકોટ-ભાવનગર-જુનાગઢ સહિતની ત્રણેય બ્રાંચનો સંપર્ક કર્યો હતો, પરંતુ રમેશભાઇને કોઇ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

જેથી સમગ્ર મામલે તેમણે લાલજીભાઇનો સંપર્ક કર્યો હતો અને લાલજી મહેતા દ્વારા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યાં જય ગણેશ ઓટો પાસેથી રૂપિયા 1,34,738ના કલર ખર્ચની માંગણી કરવામાં આવી હતી. કેસની સુનાવણી દરમિયાન જય ગણેશ ઓટો તરફથી એવી દલીલ થઇ હતી કે,નબળી ગુણવતા વાળા કેમીકલથી સાફ કરેલી કારમાં કાટ લાગે છે. જે પાર્ટસમાં કાટ લાગેલ તે કંપનીની ખામી નથી માટે રકમ મળે નહી.

જયારે કોર્ટ બન્ને પક્ષોની ફરિયાદ સાંભળીને ચુકાદો આપ્યો હતો કે, ત્રણ મહીનામાં ગાડીના પાર્ટસને તથા કલરને કાટ લાગે તે કંપનીની ખામી ગણાય છે.માટે રમેશભાઇએ જે ખર્ચ કરેલ છે તે રૂપિયા 1,34,738 કેસ દાખલ કરેલ ત્યારથી નવ ટકાના વ્યાજ સાથે ચુકવવા અને ગ્રાહકને માનસીક ત્રાસનાં પાંચ હજાર અને પાંચ હજાર ખર્ચના ચુકવવાનો આદેશ કર્યો હતો. આ મામલે મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજી મહેતાએ જણાવ્યું હતું કે, ગ્રાહક મોંઘા ભાવની ગાડી ખરીદી કરે છે અને સેવામાં ખામી આવે ત્યારે સાચા ખોટા બહાના બતાવે છે અને ગ્રાહકને રકમ આપવામાં હાથ ઉંચા કરી આપે છે માટે ગ્રાહકોએ પોતાના હક માટે લડવું જોઈએ.

સરતાનપર રોડ પરથી બે શખ્સોને દારૂ સાથે ઝડપ્યા
વાંકાનેર તાલુકાના વીરપર ગામમાં આવેલી વાડી અને બાજુના ખરાબામાં રેડ કરીને મોરબી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂનો જથ્થો અને દેશી દારૂ બનાવવાનો આથાનો જથ્થો ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. તો બીજા બે બનાવમાં સરતાનપર રોડ પર બે જગ્યાએથી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વીરપર ગામની સીમમાં આરોપીના કબ્જા ભોગવટાવાળી વાડીમાં અને બાજુના ખરાબામાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો. જેમાં સ્થળ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 36 કિંમત રૂ. 13,500નો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ વાડીની બાજુમાં આવેલા ખરાબામાં રાખેલ દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર 2400 કિંમત રૂ. 4800નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી અજય વાઘજી ડાંગરોચાને ઝડપી લીધો છે. ઝડપાયેલ આરોપી અજયે દારૂનો મુદ્દામાલ આરોપી બળુભા ઝાલા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂના કેસમાં ઝડપાયેલા આરોપી અજય ડાંગરોચા નામનો શખ્શ અજય મોરબી જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન સરોજબેનના પુત્ર હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

બીજા બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સરતાનપર માટેલ રોડ પર સિરામિક પાસેથી આરોપી સંજય બળદેવ મેણીયાને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની કુલ 15 બોટલ દારૂ મળી આવી હતી. જેથી પોલીસે ઈંગ્લીશ દારૂ કિંમત રૂ. 7875નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા બનાવામાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સરતાનપર-માટેલ રોડ પર સિરામિક પાસેથી પસાર થતા વિજય ગઢાદરાને રોકી તલાશી લેતા આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની 08 બોટલ મળી આવી હતી. જેથી પોલીસે 4800ની કિંમતનો દારૂનો મુદ્દામાલ કબ્જે લઈને આરોપી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...